મંગળવારે લેબેનોનની રાજધાની બેરુતમાં પેજર બ્લાસ્ટ બાદ હવે લેબેનોનના બેકા ક્ષેત્રમાં ફરીથી વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ વોકી-ટોકી ડિવાઈસમાં થયો છે. જેના લીધે 14 લોકો મોતને ભેટયા છે. અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા અને ઈજાગ્રસ્તો વધી શકે છે. જયારે આની સાથે વોકી ટોકી અને પેજમાં વિસ્ફોટમાં અત્યાર સુધી કુલ 32 લોકો મોતને ભેટયા છે જ્યારે 3,250 કરતાં વધુ ઈજાગ્રસ્ત થયા છે.
આ વિસ્ફોટ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવાયું
ઉલ્લેખનીય છે કે, પહેલા મંગળવારે લેબનોનમાં પેજર બ્લાસ્ટમાં 11 લોકોનાં મોત થયા હતા અને ત્રણ હજાર લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટમાં હિઝબુલ્લાહના લડવૈયાઓ પણ માર્યા ગયા હતા. હિઝબુલ્લાએ આ વિસ્ફોટ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. જો કે, ઈઝરાયેલી સેનાએ આ વિસ્ફોટ અંગે કોઈ ટિપ્પણી કરવાની ના પાડી હતી. હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતી વોકી-ટોકી બુધવારે લેબનોનના દક્ષિણ અને બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં વિસ્ફોટ થઈ હતી, સુરક્ષા સૂત્રો અને એક સાક્ષીએ જણાવ્યું હતું.
અંતિમ સંસ્કાર દરમિયાન વિસ્ફોટ થયા
બુધવારે પેજરથી વિસ્ફોટો બાદ એક દિવસ બાદ લેબેનોન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધ્યો છે. આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે હિઝબુલ્લાએ ગત દિવસે માર્યા ગયેલા લોકો માટે આયોજિત અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા.
ઈરાન સમર્થિત હિઝબુલ્લાએ આજે કહ્યું કે તેને રોકેટથી ઈઝરાયલી તોપખાનાના ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. હિઝબુલ્લાની આ કાર્યવાહી લેબેનોનમાં થયેલા સીરિયલ પેજર બ્લાસ્ટ પછી કરાયેલી હવે મધ્ય પૂર્વમાં વ્યાપક યુદ્ધની શક્યતા વધી ગઈ છે.