- યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખે ચૂંટણીને લઈને આપી પ્રતિક્રિયા
- દેશની રાષ્ટ્રીય ચૂંટણીઓને લોકશાહીના ગણાવ્યો મહાકુંભ મેળો: અતુલ કશ્યપ
- દેશની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ બાદ બીજા નંબરની સૌથી લાંબી ચાલનારી ચૂંટણી
યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ અતુલ કશ્યપે ભારતમાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીને લઈને પ્રતિક્રિયા આપી છે. ભારતની જનતાને અભિનંદન આપતા તેમણે દેશની રાષ્ટ્રીય ચૂંટણીઓને લોકશાહીના મહાકુંભ મેળા તરીકે ગણાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (X) પર તેમણે ભારતના રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગાનો ફોટો શેર કરીને એક પોસ્ટ પણ લખી હતી.
અતુલ કશ્યપે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, "ભારતના મહાન લોકોને ખૂબ-ખૂબ અભિનંદન. પ્રથમ તબક્કાના મતદાનની સાથે માનવજાતના ઇતિહાસની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ છે. 940 મિલિયન મતદાતાઓ અને 1.2 મિલિયન મતદાન કેન્દ્રોની સાથે ભારતની રાષ્ટ્રીય ચૂંટણી લોકશાહીનો મહાકુંભ છે.”
