લંડનનાં નાઈન એલ્મસ વિસ્તારમાં આવેલી યુએસ એમ્બેસીની બહાર એક કન્ટ્રોલ્ડ વિસ્ફોટ કરવામાં આવતા આખા વિસ્તારમાં ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી.
શુક્રવારે બનેલી આ ઘટનામાં જ્યાં વિસ્ફોટ થયો હતો તે સ્થળે એક શંકાસ્પદ પેકેટ પડેલું જોવા મળ્યું હતું. પોલીસ તેમજ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા શકમંદ પેકેટની તપાસ હાથ ધરવામાં આવી હતી. કોણે વિસ્ફોટ કર્યો અને શા માટે કર્યો તેની પણ તપાસ હાથ ધરાઈ છે. પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને કોણે વિસ્ફોટ કર્યો તેની તપાસ શરૂ કરી છે. તકેદારીનાં પગલાં રૂપે પોન્ટોન રોડ વિસ્તારને અવરજવર માટે બંધ કરાયો છે. પોલીસના વડાઓએ વિસ્ફોટની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે વિસ્ફોટને પગલે મોટો ઘડાકો થયો હતો. આ કન્ટ્રોલ્ડ વિસ્ફોટ હોવાનું જણાવ્યું છે. વિસ્ફોટને કારણે નજીકનો વિસ્તાર ધણધણી ઊઠયો હતો. આ ઘટનાને પગલે બ્રિટનના બીજા ક્રમના સૌથી મોટા એરપોર્ટ ગેટવીકનું ટર્મિનલ ખાલી કરાવાતા ગભરાટનો માહોલ ફેલાયો હતો.










