- તાઈવાનના ભૂ-વિસ્તારમાં ચીનની લાલ નજર
- ડ્રેગને 43 ફાઈટર પ્લેન અને 7 નૌકા જહાજો મોકલ્યા
- તાઇવાન એક સ્વ-શાસિત ટાપુ છે જેનાથી ચીન નાખૂશ
ચીન ભૂ-વિસ્તાર વધારવા માટે કોઇ પણ દેશ સામે કૂટનીતિ ખેલ રમે છે. તેવામાં હવે ડ્રેગને તાઇવાનમાં ઘૂસણખોરી કરી છે. તાઈવાને બુધવારે કહ્યું કે ચીને તેની સરહદ નજીક 43 ફાઈટર પ્લેન અને સાત નૌકા જહાજો સાથે ઘૂસણખોરી કરી છે.
ચીને તાઈવાન પર દબાણ લાવવાની પોતાની રણનીતિમાં કોઈ કમી લીધી નથી. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ચીને બુધવારે સવારે 6 વાગ્યે સમાપ્ત થયેલા 24 કલાકના સમયગાળા દરમિયાન આ ફાઇટર પ્લેન અને નૌકા જહાજોને તેની સરહદ તરફ મોકલ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે તેમાંથી 37 વિમાનોએ તાઇવાન સ્ટ્રેટમાં મધ્ય રેખાને પાર કરી હતી, જેને ચીન બિનસત્તાવાર સરહદ માનતું નથી.













