• ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંતમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ
  • ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની નીચે હોવાનું અનુમાન 
  • કુદરતી આફતના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી

ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંતમાં શુક્રવારે 22 માર્ચના રોજ 6.0ની તીવ્રતાનો ભૂકંપ માપવામાં આવ્યો છે. ઈન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સી દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. ચીનની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ઘટના રાજધાની જકાર્તાના સમય અનુસાર સવારે 11.22 વાગ્યે બની હતી. ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની નીચે હોવાનું કહેવાય છે.

મીડિયા અહેવાલ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર તુબાન રીજન્સીથી 132 કિમી ઉત્તર-પૂર્વમાં અને 10 કિમીની ઊંડાઈએ હતું. હાલ આ કુદરતી આફતના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.

એજન્સી દ્વારા સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. સ્થાનિક લોકોને ડર હતો કે દરિયાના ઊંચા મોજાનો સામનો કરવો પડી શકે છે. જોકે, તેને કહેવામાં આવ્યું છે કે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.


  • Follow us on: