- ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેક દ્વીપ પર આવ્યો
- CENC ના મતે ચીનના સમયાનુસાર 8.56 વાગ્યે ન્યૂઝીલેન્ડમાં ભૂકંપ આવ્યો
- ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટર અંદર હતું
ન્યૂઝીલેન્ડમાં ગુરૂવારના રોજ ભૂકંપના તીવ્ર ઝાટકા મહેસૂસ થયા છે. ભૂકંપના ઝાટકાની તીવ્રતા 7.0 રિક્ટર સ્કેલ પર હતી. કહેવાય છે કે ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેક દ્વીપ પર આવ્યો. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (CENC)ના મતે ચીનના સમયાનુસાર 8.56 વાગ્યે ન્યૂઝીલેન્ડમાં આ ભૂકંપ આવ્યો. યુએસ જિયોલોજિકલ સર્વેના મતે ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટર અંદર હતું. ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ રજૂ કરાયું છે. ભૂકંપ બાદ યુએસજીએસએ ન્યુઝીલેન્ડમાં સુનામીની ચેતવણી રજૂ કરી હતી. જોકે, ન્યુઝીલેન્ડની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું છે કે સુનામીનો કોઈ ખતરો નથી. હાલ કોઈ નુકસાનના સમાચાર નથી.
15 ફેબ્રુઆરીએ 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
15 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાજધાની વેલિંગ્ટન સહિત ઓકલેન્ડ અને ક્રાઈસ્ટચર્ચ શહેરોના લોકોએ લગભગ 30 સેકન્ડ સુધી આંચકા અનુભવ્યા હતા. તેનું કેન્દ્રબિંદુ પરાપરામુ નગરથી 50 કિલોમીટર દૂર હતું. તેના થોડા સમય બાદ 4.0ની તીવ્રતાનો બીજો આંચકો પણ આવ્યો હતો. તેનું કેન્દ્ર દક્ષિણ પશ્ચિમમાં તૌમારુનુઇ શહેર હતું. નુકસાનના કોઈ અહેવાલ નથી.
ન્યુઝીલેન્ડમાં વારંવાર ધરતીકંપ આવે છે કારણ કે તે બે ટેક્ટોનિક પ્લેટના જંકશન નજીક સ્થિત છે. ન્યુઝીલેન્ડ સિવાય પાપુઆ ન્યુ ગીની, તાઈવાન, વનુઆતુ અને અન્ય પેસિફિક ટાપુઓમાં હંમેશા ભૂકંપ આવવાની સંભાવના રહે છે. સમુદ્રને ઘેરી લેતી ધરતીકંપની ફોલ્ટ લાઇનની ઘોડાના નાળ જેવા આકારની શ્રેણને- આ વિસ્તાર રીંગ ઓફ ફાયરની નજીક આવેલ છે.
રીંગ ઓફ ફાયર અને ટેકટોનિક પ્લેટ્સ શું છે?
ધ રીંગ ઓફ ફાયર એક એવો વિસ્તાર છે જ્યાં અનેક કોન્ટિનેંટલની સાથે જ એશિયાનિક ટેકટોનિક પ્લેટસ પણ છે. જ્યારે આ પ્લેટસ એકબીજા સાથે અથડાય છે, ત્યારે ભૂકંપ આવે છે, સુનામી ઉત્પન્ન થાય છે અને જ્વાળામુખી ફાટી નીકળે છે. વિશ્વના 90% ધરતીકંપ આ રીંગ ઓફ ફાયર ક્ષેત્રમાં આવે છે. આ વિસ્તાર 40 હજાર કિલોમીટરમાં ફેલાયેલો છે. વિશ્વના 75% સક્રિય જ્વાળામુખી આ પ્રદેશમાં છે. આ રીંગ ઓફ ફાયરના અધિકારક્ષેત્રમાં 15 દેશો છે.
રીંગ ઓફ ફાયરથી કેટલા દેશો પ્રભાવિત છે?
જાપાન, રશિયા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા, કેનેડા, યુએસએ, મેક્સિકો, ગ્વાટેમાલા, કોસ્ટા રિકા, પેરુ, એક્વાડોર, ચિલી, બોલિવિયા
વિશ્વમાં દર વર્ષે 20,000 ભૂકંપ આવે છે
વિશ્વમાં દર વર્ષે અનેક ભૂકંપ આવે છે, પરંતુ તેની તીવ્રતા ઓછી હોય છે. રાષ્ટ્રીય ધરતીકંપ માહિતી કેન્દ્ર દર વર્ષે લગભગ 20,000 ભૂકંપ નોંધે છે. તેમાંથી 100 ભૂકંપ એવા છે કે જેનાથી વધુ નુકસાન થાય છે. ભૂકંપ થોડીક સેકન્ડ કે થોડી મિનિટો સુધી ચાલે છે. ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલતો ભૂકંપ હિંદ મહાસાગરમાં 2004માં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી ચાલ્યો હતો.
ફેબ્રુઆરીમાં તુર્કી અને સીરિયામાં ભૂકંપે તબાહી મચાવી હતી
6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. તે સીરિયા અને તુર્કીની સરહદ પર છે. આવી સ્થિતિમાં ભૂકંપના કારણે બંને દેશોમાં ભારે તબાહી સર્જાઈ હતી. જેમાં 50 હજાર લોકોના મોત થયા હતા. અહીં મજબૂત ભૂકંપના કારણે 5,20,000 એપાર્ટમેન્ટ સહિત 1,60,000 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી.









