• તુર્કી પાસેથી ખરીદેલા ડ્રોન માલદીવના સીમાડાનું નિરીક્ષણ કરશે
  • માલદીવે તુર્કી પાસેથી ડ્રોન ખરીદી કર્યા બાદ ભારતનું નામ લીધા વગર ટોણો માર્યો
  • મોઈમ્મદ મુઈજ્જુએ કહ્યું, ''બીજા દેશોએ અમારી ચિંતા કરવાની જરૂર નથી''


આગામી સમયમાં ભારત અને માલદીવ વચ્ચે સંબંધો વધુ ખરાબ થવાનો સમય આવી ગયો છે. કારણ કે, માલદીવે તુર્કી પાસેથી નવા ડ્રોનની ખરીદી કરી છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુએ માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ એર કોર્પ્સનું ઉદઘાટન કર્યા બાદ નિવેદન આપ્યું હતું. ભારતનું નામ લીધા વિના તેમણે કહ્યું કે બીજા દેશોએ માલદીવની ચિંતા કરવાની જરૂર નથી.

મુઈજ્જુએ કહ્યું કે આ વિશાળ વિસ્તાર અમારા બાળકો અને પૌત્રોના વર્તમાન અને ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે આશીર્વાદરૂપ છે. આ વિસ્તારની કાળજી લેવી એ આપણી જવાબદારી હોવી જોઈએ. તેમણે કહ્યું કે માલદીવના લોકોને તેમની સરહદ પર પેટ્રોલિંગ કરવાનો અધિકાર છે. જો અન્ય જૂથો માલદીવના પ્રદેશો વિશે ચિંતિત છે, તો માલદીવિયન લોકોએ વધુ ચિંતિત થવું જોઈએ. મોહમ્મદ મુઈજ્જુએ સત્તામાં આવ્યા બાદ ભારત સાથે તણાવ વધી ગયો છે. અત્યાર સુધી ભારત અને માલદીવ આ વિસ્તારમાં સાથે મળીને પેટ્રોલિંગ કરતા હતા.

'માલદીવ એક મોટો દેશ છે'

તેમણે ભારત તરફી વિરોધ પક્ષો પર પણ નિશાન સાધ્યું હતું. મુઈઝુએ કહ્યું, 'આ એક સત્ય છે કે આજે દરેક વ્યક્તિએ સ્વીકારવું જોઈએ, પછી ભલે આપણા વિચારોમાં ગમે તેટલા તફાવત હોય. આપણે માલદીવની વિચારધારા અને માલદીવની ઓળખને પ્રથમ સ્થાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે માલદીવના લોકોએ એવું માનવાનું બંધ કરવું જોઈએ કે અમે નાના છીએ. માલદીવ એક મોટો દેશ છે. માલદીવના આ ડ્રોન હાલમાં માફારુમાં છે. પરંતુ બાદમાં તેમને હનીમાધુમાં લઈ જવામાં આવશે.

  • Follow us on: