- મોહમ્મદ મુઈજ્જુની 10 મહિના પછી હવે શાન કંઈક ઠેકાણે આવી
- પૂર્વ રાષ્ટ્રપતિએ ઈન્ડિયા આઉટ ઝૂંબેશ ચલાવવાની કરી જાહેરાત
- વિપક્ષ મુઈજ્જુ પાસે માફી માંગવાની કરી માંગ
માલદીવના રાષ્ટ્રપતિ બન્યા પછી ચીનના ખોળામાં સૂઈ રહેલા મોહમ્મદ મુઈજ્જુની 10 મહિના પછી હવે શાન કંઈક ઠેકાણે આવી છે. 10 મહિના વીતી ગયા પછી હવે આખરે મુઈજ્જુ ભારત તરફી વલણ દાખવતા દેખાયા છે. ઈન્ડિયા આઉટ અભિયાન ચલાવીને સત્તામાં આવેલા મુઈજ્જુએ હવે જાતે આ અભિયાનથી દૂર થઈ ગયા છે. મુઈજ્જુએ કહ્યું કે એવી કોઈ બાબતને મંજૂરી નહિ અપાય જે માલદીવની સરકારની વિદેશ નીતિના વિરોધમાં હોય. તેમને એક સવાલના જવાબમાં એ વાત પણ કહી કે, જેમાં કહેવાયું કે શું તેઓની સરકાર પ્રોગેસિટ પાર્ટી ઑફ માલદીવ અને પીપલ્સ કોંગ્રેસ ગઠબંધનના વિપક્ષમાં રહેતા શરૂ કરેલું ઈન્ડિયા આઉટ ઝૂંબેશને આગળ વધારવાની મંજૂરી આપશે?
તમામ સાથે કામ કરવાની નીતિ
મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ મોહમ્મહ મુઈજ્જુએ કહ્યું કે, લોકોએ તેને વોટ આપ્યો છે, કારણ કે, તેઓની વિદેશ નીતિમાં ભરોસો કરતા હોય છે. તેઓએ આગળ કહ્યું કે, દેશને શાંતિ, વિકાસ અને સુરક્ષાની જરૂર છે. સરકારની વિદેશ નીતિ તમામ દેશોની સાથે મળીને કામ કરવાની છે. અને અહીં અસ્થિરતા માટે કોઈ જગ્યા નથી.
પૂર્વ રાષ્ટ્રપતિએ ઈન્ડિયા આઉટ ઝૂંબેશ ચલાવવાની કરી જાહેરાત
જ્યારે મોહમ્મદ મુઈજ્જુને પૂછાયું કે શું તેઓ ઈન્ડિયા આઉટ ઠરાવ સમાપ્ત કરશે તો રાષ્ટ્રપતિ સીધી રીતે કોઈ જવાબ નહોતો આપ્યો. તેઓએ કહ્યું હું હજી પોતાની નીતિ માલદીવની સરકારની નીતિ છે. મેં નીતિને સ્પષ્ટ કરી છે. આ દરમિયાન ઈન્ડિયા આઉટ આંદોલનના નેતાઓમાંથી એક પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને જાહેરાત કરી કે તેઓ ઈન્ડિયા આઉટ ઝૂંબેશ ચાલુ જ રાખવાના છે, કારણ કે, તેઓને વિશ્વાસ નથઈ કે ભારતી. સૈન્યકર્મીઓ સંપૂર્ણ રીતે માલદીવથી ચાલ્યા ગયા છે.
વિપક્ષ મુઈજ્જુ પાસે માફી માંગવાની કરી માંગ
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને જણાવ્યું કે, ભારતીય સૈન્યની હાજરીના મુદ્દાનો કોઈ ઉકેલ નથી આવ્યો, અને તેઓ ઈન્ડિયા આઉટ અભિયાન ચાલુ રાખશે. તેઓને સત્તામાં આવ્યા પછી ઈન્ડિયા આઉટ ઠારાવ રદ્દ ન કરવા માટે મુઈજ્જુ સરકાર પર હુમલો પણ કર્યો. મુઈજ્જુની વિપક્ષી એમડીપીના અધ્યક્ષ અને પૂર્વ વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે કહ્યું કે ઈન્ડિયા આઉટ અભિયાન લોકોને છેતરવા માટે બનાવવામાં આવ્યો છે. તેઓએ અભિયાન ચલાવવા માટે મુઈજ્જુ સરકાર સાથે માફીની માંગ કરી.