- વિશ્વભરના હિંદુઓ માટે ઉત્સવની તક : ન્યૂયોર્ક મેયર
- ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં 22 જાન્યુઆરીએ અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ
- અમેરિકાની ન્યૂયોર્ક સિટીમાં પણ માતાની ચોકીનું આયોજન થયું હતું
અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગને મુદ્દે ભારત ઉપરાંત વિશ્વભરમાં વસી રહેલા હિંદુઓમાં ખુશીનો માહોલ છે. 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા પહેલાં અમેરિકાની ન્યૂયોર્ક સિટીમાં પણ માતાની ચોકીનું આયોજન થયું હતું. કાર્યક્રમમાં ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ અને આંતરરાષ્ટ્રીય બાબતોના નાયબ કમિશનર દિલીપ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. મેયર ગીતા મંદિરમાં આયોજિત માતાની ચોકી કાર્યક્રમમાં પહોંચ્યા હતા.
રામમંદિર ઉદ્ઘાટનની વાત કરતાં મેયર એરિક એડમ્સે મીડિયાને પ્રતિક્રિયા આપી હતી કે, 'જો આપણે ન્યૂયોર્કના હિંદુ સમુદાયની વાત કરીએ તો આ પ્રસંગ તેમના માટે ખૂબ જ મહત્ત્વનો છે. ન્યૂયોર્કમાં હિંદુ વસતી મોટા પ્રમાણમાં છે. આ પ્રસંગ તેમને ઉત્સવ મનાવવાની અને આધ્યાત્મિકતામાં ઉપર ઉઠવાની તક આપે છે.'










