- દવાઓ બનાવવામાં વપરાતો કાચો માલ ક્યૂબા દેશમાં મોકલાયો છે
- ક્યૂબામાં દવાઓની અછતથી ઝઝૂમતા લોકો મોતને ભેટી રહ્યા હોવાથી સામગ્રી મોકલી અપાઈ
- ભારતે 90 ટન દવા બનાવાતી કાચી સામગ્રીનું કન્યાઈમેન્ટ મુંદ્રાથી રવાના કર્યું
ભારતે એકવાર ફરી વૈશ્વિક ધર્મ નિભાવ્યો છે. કેરેબિયન દેશ ક્યૂબાને મોટી મદદ મોકલી આપી છે. ભારત તરફથી રવિવારે ક્યૂબાને માનવીય મદદ હેઠળ 90 ટન દવા બનાવવામાં વપરાતી કાચી સામગ્રી મોકલી આપી છે. કયૂબા જીવન જરુરિયાત સામગ્રી, ખાદ્ય પદાર્થો અને દવાઓની અછતથી ઝઝૂમી રહ્યો છે. આનાથી ક્યૂબાના લોકો બીમારીઓમાં સપડાઈને મોતને ભેટી રહ્યા છે. ભારત તરફથી મોકલેલી માનવી મદદ ત્યાંના લોકોની જિંદગી બચાવવામાં ઘણી મદદગાર સાબિત થઈ શકે છે.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, "ભારત સરકાર ક્યૂબા પ્રજાસત્તાક સરકારને માનવતાવાદી સહાય પૂરી પાડી રહી છે. ભારતમાં ઉત્પાદિત લગભગ 90 ટન નવ સક્રિય ફાર્માસ્યુટિકલ સામગ્રી મુંદ્રા પોર્ટથી કન્સાઈમેન્ટ રવાના કરવામાં આવ્યું હતું. બીજી જૂનના રોજ. “આ API નો ઉપયોગ ક્યુબાના ફાર્માસ્યુટિકલ ઉત્પાદકો દ્વારા ટેબ્લેટ, કેપ્સ્યુલ્સ, સિરપ અને ઇન્જેક્શનના રૂપમાં આવશ્યક એન્ટિબાયોટિક્સ બનાવવા માટે કરવામાં આવશે જે ક્રોનિક ચેપી રોગોની સારવાર માટે જરૂરી છે.













