• પનામા-કોલંબિયા સરહદથી દૂર કેરેબિયન સમુદ્રમાં બુધવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા
  • ભૂકંપ પનામાના પ્યુર્ટો ઓબાલ્ડાના ઉત્તરપૂર્વમાં લગભગ 41 કિલોમીટરના અંતરે કેન્દ્રિત
  • ભૂકંપની તીવ્રતા છતાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી

પનામા-કોલંબિયા સરહદથી દૂર કેરેબિયન સમુદ્રમાં બુધવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમેરિકન જિયોલોજિકલ સર્વે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 હતી. ત્યાર બાદ ભૂકંપ બાદ લોકો ગભરાયા હતા અને વારંવાર આવતા ભૂકેપને લઈને મુંઝવણમાં મુકાયા હતા.

ભૂકંપની તીવ્રતા 6.6

મળતી માહિતી મુજબ આટલી તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. અમેરિકી જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ)એ જણાવ્યું હતું કે ભૂકંપ પનામાના પ્યુર્ટો ઓબાલ્ડાના ઉત્તરપૂર્વમાં લગભગ 41 કિલોમીટરના અંતરે કેન્દ્રિત હતો. ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટર (6 માઇલ)ની ઊંડાઇએ હતું.

એક અઠવાડિયા પહેલા પણ ધરતી ધ્રૂજી

તમને જણાવી દઈએ કે, 18 મેના રોજ મેક્સિકોની ધરતી ધ્રૂજી રહી હતી તે દરમિયાન 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 6.4ની તીવ્રતાનો ભૂકંપ મધ્ય અમેરિકન રાષ્ટ્ર અને દક્ષિણ મેક્સિકોના ભાગોને હચમચાવી ગયો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે તેનું કેન્દ્ર કેનિલા, ગ્વાટેમાલાની નગરપાલિકાથી 2 કિમી દક્ષિણપૂર્વમાં હતું.

6.4 તીવ્રતા માપવામાં આવી

અગાઉ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી. જો કે તે દરમિયાન પણ કોઈ નુકસાનના સમાચાર નથી. પાડોશી દેશ તરફથી ટ્વીટ કરીને એવી પણ જાણકારી આપવામાં આવી હતી કે તેના કારણે તેમને પણ સુનામી જેવી આફતોના કોઈ સંકેત દેખાતા નથી.

ભૂકંપ શા માટે આવે છે?

ધરતીકંપ (ભૂકંપ અથવા આંચકા તરીકે પણ ઓળખાય છે) એ પૃથ્વી (Earth)નાં પડો (crust)માં અચાનક ઊર્જા મુકત થવાથી સર્જાતાં ધુ્રજારીનાં કંપનો (seismic wave)નું પરિણામ છે. સીઝમોમીટર (seismometer) કે સીઝમોગ્રાફ નામે ઓળખાતા ભૂકંપમાપક યંત્ર દ્વારા ધરતીકંપ માપવામાં આવે છે.


  • Follow us on: