દિવંગત પોપ ગાયક માઇકલ જેક્સનના ભાઈ ટીટો જેક્સન હવે આ દુનિયામાં નથી રહ્યા. 70 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેક્સન પરિવારના નજીકના સહયોગી સ્ટિવ મેનિંગે આ જાણકારી આપી હતી. સ્ટિવ મેનિંગનું માનવું છે કે રોડ ટ્રિપ પર કાર ચલાવતી વખતે ટીટોને હૃદયરોગનો હુમલો આવી ગયો. જોકે સત્તાવાર રીતે મૃત્યુનું કારણ હજી સામે આવ્યું નથી.
તાજેતરમાં જે તેમણે પોતાના ભાઈ માર્લન અને જેકી સાથે ઇંગ્લેન્ડમાં શો કર્યો હતો. બ્લૂઝ ગિટારવાદકના રૂપમાં પાતાને નામે કે બીબી કિંગ બ્લૂઝ બેન્ડ સાથે અનેક રેકોર્ડીંગ તેમ જ શો કર્યા હતા. ટીટો જેક્સન ગિટાર વાદન. ગાયક અને નૃત્ય કરવામાં પાવરધા હતા.










