• સીરિયા-તુર્કીમાં ભૂકંપથી અત્યાર સુધીમાં 8000 લોકોના મોત
  • ભૂકંપથી ચારેયબાજુ તબાહીના વરવા દ્રશ્યો સામે આવ્યા
  • બચાવ અને રાહતકાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે દુનિયા આખીને હચમચાવી દીધું છે. ભૂકંપની તસવીરો જોઇને એમ જ લાગે કે કશું જ બચ્યું નહીં હોય. પરંતુ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે...એ કહેવત ખરેખર ચરિતાર્થ થાય છે. મારનારે કુદરત અને તારનારે કુદરત જ છે. એવા કિસ્સાઓના વીડિયો અને તસવીરો તૂર્કી અને સીરિયાથી જોવા મળી રહી છે. ઘણા ભૂલકાઓ કાટમાળમાંથી દબાયેલા જીવીત બહાર નીકળ્યા છે. કયાંક બિલાડી તો કયાંક ગલુડિયા જીવીત નીકળ્યા છે. ત્યારે અચાનક જ શબ્દો સરી જાય કે ચમત્કાર...ચમત્કાર...અને ચમત્કાર... આવી જ કેટલીક તસવીરો અમે તમારી સામે લઇ આવ્યા છે.

24 કલાક બાદ બાળક જીવીત નીકળ્યું


[[$googlead]]

તુર્કી કે સીરિયા કયાંની તસવીર છે એ નક્કી નથી પરંતુ બે વર્ષનું માસૂમ બાળક કાટમાળમાંથી 44 કલાક બાદ જીવીત બહાર નીકળ્યું છે, માસૂમ બાળકને પાણીના બોટલના ઢાંકણાથી પાણી પીવડાવામાં આવી રહ્યું છે... આ વીડિયો ખૂબ વાયરલ થયો છે.

બહેન-ભાઇની માસૂમિયતની દુનિયા આખીમાં ચર્ચા

[[$alsoread]]


સીરિયામાં હરમ શહેરની નજીક બેસનયા-બસઇનેહ ગામ આવેલું છે. આ ગામમાં ભારે તબાહી મચી ગઇ છે. કાટમાળમાંથી મૃતદેહો નીકળી રહ્યા હતા ત્યારે રેસ્ક્યૂ ટીમ અહીં પહોંચી તો એક બાળકી અને તેના ભાઇને કાટમાળમાં જીવીત દટાયેલા જોઇ ચોંકી ગયા હતા. ભૂકંપના 36 કલાક બાદ ભાઇ-બહેનને જીવતા બહાર નીકાળ્યા. બાળકીનું નામ મરિયમ અને તેના ભાઇનું નામ ઇલાફ છે.

આખા પરિવારને કાટમાળમાંથી જીવીત બહાર કાઢ્યો


સીરીયામાં મુસ્તફા જુહૈર અલ-સઇદે કહ્યું કે તેમના પત્ની અને બાળકો સૂતા હતા ત્યારે ભૂકંપ આવ્યો. અમે મહેસૂસ કર્યું કે જમીન ધ્રુજી રહી છે. આ બધાની વચ્ચે ઘરનો કાટમાળ અમારી ઉપર પડ્યો. અમે બે દિવસ સુધી કાટમાળમાં દબાયેલા રહ્યા. તેમણે કહ્યું કે આ દરમ્યાન મેં માત્ર એ વિચાર્યું કે કોઇની સાથે આવું ના થાય. મુસ્તફા જુહૈર અને તેમનો પરિવાર જ્યારે કાટમાળમાં હતો તો જોર-જોરથી કુરાન વાંચતા હતા અને પ્રાર્થના કરી રહ્યા હતા જેથી કોઇ તેમનો અવાજ સાંભળે અને તેમની મદદ કરે. ત્યારબાદ લોકોએ તેમનો અવાજ સાંભળ્યો અને મદદ માટે આવ્યા. પહેલાં તેમને અને તેમની પત્નીને રેસ્કયૂ કર્યા. ત્યારબાદ તેમના બાળકોને બચાવ્યા. તેમણે રેસ્ક્યૂ કરનારાઓનો આભાર માન્યો.

40 કલાક બાદ આખા પરિવારને કાટમાળમાંથી જીવીત બહાર કાઢ્યો

સીરિયામાં 40 કલાક બાદ એક આખા પરિવારને કાટમાળમાંથી જીવીત બહાર કાઢતા ચારેયબાજુ ખુશીની લહેર પથરાઇ હતી તે તમે ઉપરોકત વીડિયોમાં જોઇ શકો છો.

મૂંગા પ્રાણીઓને પણ કાટમાળમાંથી રેસ્કયૂ કરાયા

સીરિયામાં 3 વર્ષની બાળકીને કાટમાળમાંથી કાઢી

સીરીયામાં ત્રણ વર્ષની બાળકીને 24 કલાક બાદ કાટમાળમાંથી જીવીત બહાર કઢાઇ હતી.

તુર્કીના મલાત્યા વિસ્તારમાં 6 મહિનાના બાળકને રેસ્કયૂ કરતા બચાવકાર્ય કરનાર ચુમે છે તેનો વીડિયો જોઇ તમે પણ હચમચી જશો

સીરિયામાં 6300થી વધુ લોકોના મોત અને 124000થી વધુ લોકો ગુમ છે ત્યારે 3 વર્ષની બાળકી કાટમાળમાંથી જીવીત નકીળી તે એક ચમત્કાર 

તુર્કીમ અને સીરિયામાં સોમવારે સવારે 4 વાગ્યે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેણે તુર્કી અને સીરિયામાં ભારે તબાહી મચાવી હતી. અત્યાર સુધીમાં 8300 લોકોના મોત થયા છે. તુર્કીમાં 5894 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 34810 લોકો ઘાયલ છે. તો સીરિયામાં 2100 લોકોએ જીવ ગુમાવ્યા છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપથી અંદાજે 11000 બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ છે. તુર્કીમાં 8000 લોકોને રેસ્કયૂ કરાઇ ચૂકયા છે. અહીં 55000થી વધુ બચાવકર્મી રેસ્ક્યૂમાં લાગી ગયા છે.


  • Follow us on: