- અધૂરી અને ખોટી માહિતી ટૂંકા ગાળાનું સૌથી મોટું જોખમ
- કુદરતી આફતો વિશ્વ માટે લાંબા ગાળાનું સૌથી મોટું જોખમ
- આગામી બે વર્ષ માટે WEFનો ગ્લોબલ રિસ્ક રિપોર્ટ
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)નો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકા સહિત વિશ્વના તમામ દેશોમાં આગામી બે વર્ષમાં લગભગ 300 કરોડ લોકો ચૂંટણીઓમાં સામેલ થઈ શકે તેવી સંભાવના છે. એવામાં ખોટી માહિતી અને સામાજિક ધ્રુવીકરણ દુનિયા સમક્ષ સૌથી મોટા તાત્કાલિક જોખમો માંથી એક બનીને ઊભરી રહ્યો છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)એ પોતાનો વાર્ષિક ગ્લોબલ રિસ્ક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છેઃ કે માત્ર ભારતમાં જ આગામી બે વર્ષ માટે અધૂરી અને ખોટી માહિતી સૌથી મોટું જોખમ બની શકે છે. ત્યારબાદ, સંક્રામક રોગ, ગેરકાયદેસર આર્થિક લેવડદેવડ, આવકની અસમાનતા અને શ્રમની અછત પાંચ સૌથી મોટા અલ્પકાલીન જોખમોમાં સામેલ છે.










