- PM મોદી અમેરિકા, રશિયા અને આરબ દેશોમાં ખૂબ જ લોકપ્રિય રાજનેતા
- ભારત અમારો મુખ્ય ભાગીદાર છેઃ મેથ્યુ મિલર
- અમેરિકા બે યુદ્ધ પર ભારત તરફથી આવતા કોઈપણ સૂચનોનું સ્વાગત કરશે
અમેરિકાએ થોડા દિવસો પહેલા ભારતીય અધિકારી પર સિખ અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની અમેરિકન ધરતી પર હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે અમેરિકાના આરોપનું સન્માન કર્યું અને ભારત સરકારે હત્યાના કાવતરાની તપાસ માટે તપાસ સમિતિની જાહેરાત કરી હતી.
હાલમાં જ વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કહ્યું હતું કે માત્ર કેનેડા જ નહીં, જો કોઈ દેશને કોઈ ચિંતા હોય અને તે કોઈ ઈનપુટ અથવા આધાર આપે તો અમે હંમેશા તેના પર વિચાર કરવા તૈયાર છીએ.
ભારત અમારો મુખ્ય ભાગીદાર છેઃ મેથ્યુ મિલર
અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો અંગે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું હતું કે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન આ વર્ષમાં બે વખત ભારતની મુલાકાતે આવ્યા છે. જો બાઈડેન પણ આ વર્ષે ભારતની મુલાકાતે આવ્યા છે. ભારત અમારું (અમેરિકા) મુખ્ય ભાગીદાર છે. અમારો પ્રયાસ છે કે નવા વર્ષમાં પણ બંને દેશો વચ્ચે ભાગીદારી વધે.
યુદ્ધ રોકી શકે છે PM મોદી?
તે જ સમયે, પત્રકાર દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વિશ્વમાં બે યુદ્ધ ચાલી રહ્યા છે. એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તે જ સમયે, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. પીએમ મોદી અમેરિકા, રશિયા અને આરબ દેશોમાં ખૂબ જ લોકપ્રિય રાજનેતા છે. પીએમ મોદી આ બે યુદ્ધને ખતમ કરવા શું કરી શકે? આ અંગે મેથ્યુ મિલરે કહ્યું હતું કે અમેરિકા આ બંને મુદ્દાઓ પર ભારત તરફથી આવતા કોઈપણ સૂચનોનું સ્વાગત કરે છે.