• ગાઝા પટ્ટી પરના હુમલા બંધ નહીં થાય તો તમામ બંધકોની હત્યા કરવાની ધમકી આપી

  • તમામ બંધકોને હમાસના કબજામાંથી છોડાવવા ઈઝરાયેલ દ્વારા જમીની હુમલાની તૈયારી
  • હમાસનાં આતંકીઓ દ્વારા બંધક મહિલાઓ સાથે દુષ્કર્મ કરાયું હતું

શનિવારે જે સ્થળેથી હમાસનાં આતંકીઓએ ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી હતી તે બેરી કિબુત્ઝ વિસ્તારમાંથી હમાસે બંધક બનાવેલા 100થી વધુ લોકોનાં મૃતદેહ મળી આવ્યાનો ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ સ્થળેથી પ્રવેશેલા હમાસનાં આતંકીઓ દ્વારા મહિલાઓ તેમજ બાળકોને પકડી પકડીને ગાઝા પટ્ટીમાં લઈ જવાયા હતા અને ત્યાં બંધક બનાવવામાં આવ્યા હતા. મહિલાઓ તેમજ બાળકો સાથે હમાસનાં આતંકીઓ દ્વારા ક્રૂરતા અને પાશવતા આચરવામાં આવી હતી. કેટલીક બંધક મહિલાઓ સાથે દુષ્કર્મ કરાયું હતું. કેટલીક મહિલાઓની નગ્ન પરેડ કરાઈ હતી. ઈઝરાયેલ દ્વારા હમાસ પરનાં હુમલા વધુ આક્રમક બનતા અને હમાસનાં 1500 જેટલા આતંકીઓનો ખુરદો બોલી જતા હમાસનાં આતંકીઓ હવે રઘવાયા થયા છે.

હમાસે એવી ધમકી આપી છે કે જો ગાઝા પટ્ટી પરનાં હુમલા બંધ કરવામાં નહીં આવે તો એક પછી એક તમામ બંધકની હત્યા કરવામાં આવશે. હમાસે દાવો કર્યો હતો કે ઈઝરાયેલનાં હવાઈ હુમલામાં ગાઝામાં તેણે બંધક બનાવેલા નાગરિકો પૈકી ચાર નાગરિકોનાં મોત થયા હતા.

ભીડભાડવાળા કાંઠાનાં વિસ્તારમાં પેલેસ્ટાઈનનાં સૈનિકો તેમજ હમાસને હરાવવા તેમજ બંધક બનાવવામાં આવેલા 100થી વધુ લોકોને છોડાવવા માટે ઈઝરાયેલ દ્વારા મોટાપાયે જમીની હુમલો કરવાની તૈયારી કરવામાં આવી હોવાનાં અહેવાલો મળી રહ્યા છે.


  • Follow us on: