- અપરાધો પર નજર રાખવા સીસીટીવી કેમેરા ગોઠવવા અપીલ
- રમજાન દરમિયાન સર્જાયેલી અપરાધિક ઘટનાઓએ 19 લોકોનો ભોગ લીધો છે
- અધિકારી ઇમરાન યાકૂબ મિન્હાસે આ ચિંતાજનક સ્થિતિ પર પ્રકાશ પાડયો
રમજાનના મહિના દરમિયાન પાકિસ્તાનના નાના શહેરો અને ગામો છોડીને ભિખારી કરાચી તરફ વળ્યા છે. કરાચીમાં ભિખારીઓની સંખ્યા વધી જતાં સર્જાયેલી અરાજકતા વચ્ચે અપરાધનો ગ્રાફ પણ ઊંચો ગયો છે. કરાચીના પોલીસ અધિકારી ઇમરાન યાકૂબ મિન્હાસે આ ચિંતાજનક સ્થિતિ પર પ્રકાશ પાડયો હતો. તેમણે કહ્યું હતું કે ઈદ સુધીમાં ત્રણથી ચાર લાખ ભિખારી કરાચી પહોંચે છે. તેને કારણે કરાચી શહેર ભિખારીઓ અને અપરાધીઓનો અડ્ડો બની ગયું છે. પરંપપરાગત સાધનોથી અપરાધો પર નજર રાખવી મુશ્કેલ બની જતાં અધિકારીઓને સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરવામાં આવી છે. કરાચીમાં પ્રવર્તી રહેલી સ્થિતિનો અંદાજ એ વાતે આવી શકે તેમ છે કે રમજાન દરમિયાન સર્જાયેલી અપરાધીક ઘટનાઓએ 19 લોકોનો ભોગ લીધો છે.
શાંતિ માટે હાઇકોર્ટે સમય આપવો પડયો










