• અક્ષતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર બ્રિટિશ PM સુનકે પ્રતિભાવ આપ્યો
  • સુધા અને નારાયણ મૂર્તિની દીકરી અક્ષતાના લગ્ન ઋષિ સુનક સાથે થયા છે
  • સુધા મૂર્તિને પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો

સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ સુધા મૂર્તિને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અંગે તેમાંના દીકરી અક્ષતાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી અને આ પોસ્ટ પર અક્ષતાના પતિ અને સુધા મૂર્તિના જમાઈ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું હતું કે આ અમારા માટે ગર્વનો દિવસ છે અને સાથે જ ત્રણ તાળીઓનું ઇમોજી પણ મૂક્યું હતું. સુધા મૂર્તિના સન્માન અપાયું ત્યારે અક્ષતા પણ તેમની સાથે હતા. અગાઉ સુધા મૂર્તિને પદ્મશ્રી પણ મળી ચૂક્યો છે.

શું પોસ્ટ કરી અક્ષતા મૂર્તિએ?
બ્રિટનના ફર્સ્ટ લેડી અક્ષતા મૂર્તિએ ઇન્સ્ટાગ્રામ પર રાષ્ટ્રપતિ ભવનમાં લીધેલા ફોટોને શેર કરી પોસ્ટમાં લખ્યું હતું કે, કાલે મે એ ક્ષણને જોઈ છે જેને વ્યક્ત કરાવી મુશ્કેલ છે. મારી માતાએ સામાજિક કાર્યોમાં યોગદાન બદલ ભારતના રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ ભૂષણ પુરસ્કાર મેળવ્યો હતો. આ સમારોહ એક મૂવિંગ એક્સપિરિયન્સ હતો. મારી માતા કોઈ ઓળક માટે નથી જીવતી. અમારા માતા-પિતાએ મારા અને મારા ભાઈને જે મૂલ્યો આપ્યા છે તે છે - સખત મહેનત, વિનમ્રતા, નિસ્વાર્થ. પણ કાલે તેમને તેમના કામની ઓળખ મળી. આ જોવું એક મૂવિંગ એક્સપિરિયન્સ જેવુ હતું.

[[$googlead]]

સન્માન સમયે સમગ્ર પરિવાર હાજર હતો
પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહમાં અક્ષતા ઉપરાંત સુધા મૂર્તિના પતિ અને ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિ, પુત્ર રોહન મૂર્તિ અને પુત્રી સુનંદા કુલકર્ણી પણ હાજર હતા. એવોર્ડ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર સિંહ યાદવ પણ હાજર હતા.

[[$alsoread]]

ઈન્ફોસિસ શરૂ કરવામાં સુધા મૂર્તિની મહત્વની ભૂમિકા
આઈટી જાયન્ટ ઈન્ફોસિસ હાલમાં સમગ્ર વિશ્વમાં બિઝનેસ કરી રહી છે. આને શરૂ કરવામાં સુધા મૂર્તિએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. વાસ્તવમાં ઈન્ફોસિસનો પાયો 10 હજાર રૂપિયાથી નાખવામાં આવ્યો હતો. આ રકમ તેમણે જ આપી હતી. સુધા મૂર્તિ, એક પ્રખ્યાત સામાજિક કાર્યકર અને લેખિકા છે અને ડિસેમ્બર 2021 સુધી ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન હતા.

  • Follow us on: