- બાંગ્લાદેશમાં નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ગુરુવારે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા
- અર્થશાસ્ત્રીમાંથી રાજકારણી બનેલા યુનુસને મંગળવારે વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
- પીએમ મોદીએ મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા
બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ, પ્રદર્શન અને અશાંતિ વચ્ચે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ગુરુવારે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં 84 વર્ષીય યુનુસને રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન દ્વારા હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
વચગાળાના સરકારના વડાની મંગળવારે નિમણૂક કરવામાં આવી
અર્થશાસ્ત્રીમાંથી રાજકારણી બનેલા યુનુસને મંગળવારે વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. યુનુસને માઈક્રોલેંડિંગ પરના તેમના અગ્રણી કાર્ય માટે 2006 માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
https://twitter.com/narendramodi/status/1821574094195769549
પીએમ મોદીએ મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા બાદ મોહમ્મદ યુનુસને અભિનંદન આપ્યા છે. તેમને આશા વ્યક્ત કરી કે બાંગ્લાદેશમાં ટૂંક સમયમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થશે. પીએમ મોદીએ કહ્યું કે શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે બંને દેશોના લોકોની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ભારત બાંગ્લાદેશ સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે.
અમને બીજી વખત આઝાદી મળીઃ યુનુસ
આ પહેલા પેરિસથી બાંગ્લાદેશ પરત ફરતાની સાથે જ આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન, વરિષ્ઠ અધિકારીઓ, વિદ્યાર્થી નેતાઓ અને અન્યોએ મુહમ્મદ યુનુસનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. તેમને હસીના વિરુદ્ધ વિરોધ આંદોલનને સફળ બનાવનાર યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમને કહ્યું કે આપણને બીજી વખત આઝાદી મળી છે. આપણે આ સ્વતંત્રતાનું રક્ષણ કરવું પડશે. તેમને એમ પણ કહ્યું કે, દેશ હવે તમારા હાથમાં છે. હવે તમારે તમારી આકાંક્ષાઓ મુજબ તેને ફરીથી બનાવવું પડશે. દેશનું નિર્માણ કરવા માટે તમારે તમારી સર્જનાત્મકતાનો ઉપયોગ કરવો પડશે. તમે દેશ માટે આઝાદી મેળવી છે.
ક્યાં ક્યાં નામો છે સામેલ
| પ્રોફેસર મોહમ્મદ યુનુસ | મુખ્ય સલાહકાર |
| સૈયદા રિઝવાના હસન | બેલાના ચીફ એક્ઝિક્યુટિવ |
| ફરીદા અખ્તર | મહિલા અધિકાર કાર્યકર્તા |
| આદિલુર રહમાન ખાન | ઓધિકારના સ્થાપક |
| આદિલુર રહમાન ખાન | હિફાઝત-એ-ઈસ્લામના નાયબ-એ-અમીર અને ઈસ્લામી આંદોલન બાંગ્લાદેશના સલાહકાર |
| આદિલુર રહમાન ખાન | ગ્રામીણ ટેલિકોમ ટ્રસ્ટી |
| શરમીન મુર્શીદ | સ્વતંત્રતા સેનાની |
| સુપ્રદીપ ચકમા | ચેરમેન CHTDB |