મુંબઈથી દુબઈ... ટનલ ટ્રેન દ્વારા. જે સમુદ્રમાંથી પસાર થશે. આ કોઈ સપનાની વાર્તા જેવું લાગે છે. પરંતુ સિવિલ એન્જીનિયરીંગની સંસ્થાઓમાં આ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. તેના ખર્ચ પર વિચારણા કરવામાં આવી રહી છે અને આ પ્રોજેક્ટની શક્યતા અંગે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી રહી છે.
મુંબઈથી દુબઈ અંડરવોટર રેલ પ્રોજેક્ટ એ સંયુક્ત આરબ અમીરાત (UAE) ની કંપની નેશનલ એડવાઈઝર બ્યુરો લિમિટેડ (NABL) દ્વારા સજેસ્ટ કરવામાં આવેલો પ્રોજેક્ટ છે. આ એક હાઇ-સ્પીડ રેલ નેટવર્ક હશે જે અરબી સમુદ્ર દ્વારા ભારત અને યુએઈને જોડશે.













