એલન મસ્કે હા...ના... હા...ના... કરતા આખરે ટ્વિટરનું સુકાન સંભાળવા સાથે જ સૌથી પહેલાં કંપનીનાં ઝ્રઈર્ં પરાગ અગ્રવાલ તેમજ કેટલાક અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા. ટ્વિટરને ખરીદવાની વાતચીત ચાલતી હતી ત્યારે મસ્કે કંપનીનાં 7,500 પૈકી 75 ટકા કર્મચારીઓને છૂટા કરવાનાં સંકેતો આપ્યા હતા અને ટ્વિટરને ખરીદી લીધા બાદ પણ સંખ્યાબંધ કર્મચારીઓની છટણી કરી હતી. મસ્કે પરાગ અગ્રવાલને સોદા અંગે ખોટી માહિતી રજૂ કરીને ગેરમાર્ગે દોરવા માટેનોકરીમાંથી છૂટા કર્યા હતા. ટ્વિટરમાંથી નોકરી ગુમાવ્યા પછી પણ પરાગ અગ્રવાલ માટે આ ખોટનો સોદો નથી. તેમને કંપની પાસેથી રૂ. 412 કરોડ મળશે.



  • Follow us on: