• ટ્વિટરના દરેક કર્મચારી પાછળ લંચ માટે રોજ 400 ડોલરનો ખર્ચ કરાયો

  • ફેક યૂઝર્સનો સામનો કરવા ટ્વિટર ટૂંક સમયમાં એક નવું ફીચર લાવશે
  • મસ્ક અનુસાર ટ્વિટરના વડામથકે જ એક વર્ષના લંચનો ખર્ચ 130 કરોડ ડોલર હતો

ટ્વિટરને હસ્તગત કર્યા બાદ એલન મસ્ક કંપનીનો ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓની જંગી માત્રામાં છટણી સહિતનાં પગલાં ભરી રહ્યો છે ત્યારે હવે સમાચાર છે કે મસ્ક ટ્વિટરના કર્મચારીઓને મળતું મફત લંચ પણ બંધ કરી રહ્યો છે. મસ્કે ટ્વિટરના કર્મચારીઓને આપવામાં આવતાં મફત લંચના ખર્ચને લઇને એક ટ્વિટ કરે છે. જો કે આ ટ્વિટ બાદ મસ્ક અને થોડા સપ્તાહ અગાઉ સુધી ફૂડ પ્રોગ્રામની જવાબદારી સંભાળતી ટ્રેસી હોકિંસ વચ્ચે તીખો વાદવિવાદ થયો છે. મસ્કે ટ્વિટ કરી હતી કે પાછલા 12 મહિનામાં દરેક લંચ પાછળ 400 ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો અને સૌથી વિચિત્ર બાબત એ છે કે પાછલા વર્ષે કોઇ કર્મચારી ઓફિસ આવ્યો ન હતો. જો કે ટ્વિટરમાંથી તાજેતરમાં વાઇસ પ્રેસિડેન્ટ પદેથી રાજીનામું આપનાર ટ્રેસીએ તરત પ્રતિક્રિયા આપી કે દરેક કર્મચારી માટે ટ્વિટર તરફથી લંચ માટે 20-25 ડોલરનો ખર્ચ કરાતો હતો અને આ ગાળા દરમિયાન કોઇ ઓફિસે આવ્યું ન હતું તેવો મસ્કનો દાવો ખોટો છે. 50 ટકા સ્ટાફ હાજર હતો. આ બધા વચ્ચે કેટલાક દેશોમાં ટ્વિટરની ગતિ ધીમી પડી ગઇ હોવાના કારણે મસ્કે ટ્વિટ કરીને આ બદલ માફી માંગી છે. ફેક યૂઝર્સનો સામનો કરવા ટ્વિટર ટૂંક સમયમાં એક નવું ફીચર લાવશે.

ખાનારા કરતાં તો રસોયા વધારે હતા : મસ્કનો જવાબ

હવે ટ્રેસીની ટ્વિટનો રિપ્લાય કરતાં મસ્કે જણાવ્યું છે કે ટ્વિટરે ગયા વર્ષે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ટ્વિટરના વડામથકે જ લંચ પાછળ 130 કરોડ ડોલરનો ખર્ચ કર્યો હતો. રેકોર્ડ અનુસાર વર્ષ દરમિયાન વધુમાં વધુ 25 ટકા કર્મચારી હાજર હતા અને ઘણીવાર તો તે સંખ્યા 10 ટકા જ રહી હતી. તે આરોપ કરે છે કે ઘણીવાર તો ખાવાવાળા કરતાં રાંધનારાની સંખ્યા વધારે રહી હતી.


  • Follow us on: