- હેઝ ગિંગોબની પત્નીનું નામ મોનિકા છે અને ત્રણ સંતાનો છે
- વર્ષ-2013માં તેમના મગજની સર્જરી કરાઈ હતી
- તેઓ સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ પદ સંભાળનાર ત્રીજી વ્યક્તિ હતા
આજે દેશ અને દુનિયામાં વિશ્વ કૅન્સર દિવસ તરીકે ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે. કૅન્સર સામે જાગૃત્તિ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. એવામાં નામીબિયા દેશના રાષ્ટ્રપતિ હેઝ ગિંગોબનું આજે ચાર ફેબ્રુઆરીના દિવસે પરોઢિયે નિધન થઈ ગયું હતું. આ અંગે નામીબિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે સત્તાવાર જાણકારી આપી હતી. અવસાન પામેલા રાષ્ટ્રપતિએ જીવનના છેલ્લા શ્વાસ વિંડહોકમાં આવેલી એક હોસ્પિટલમાં લીધા હતા. હેઝ ગિંગોબ 82 વર્ષની વયે આ ફાની દુનિયાને છોડી ચાલ્યા ગયા છે. નામીબિયન રાષ્ટ્રપતિ હેઝ ગિંગોબ બીજીવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમને ગત મહિને ખુલાસો કર્યો હતો કે તેઓ કૅન્સરથી ઝઝૂમી રહ્યા છે.
કાર્યવાહક પ્રમુખ નાંગોલો મ્બુમ્બાએ પણ સોશિયલ મીડિયા દ્વારા રાષ્ટ્રપતિના નિધનના સમાચાર આપ્યા હતા. શોક વ્યક્ત કરતા તેમણે લખ્યું, 'ખૂબ જ દુઃખ અને ખેદ સાથે, હું દરેકને જાણ કરું છું કે નામિબિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ, અમારા પ્રિય ડૉ. હેગે ગિન્ગોબનું આજે નિધન થયું છે.'













