[[$googlead]]
ડોમિનિકા દેશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપવાની જાહેરાત કરી છે. ડોમિનિકાના કોમનવેલ્થના પ્રમુખ મહામહિમ સિલ્વેની બર્ટન 19થી 21 નવેમ્બર-2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં આયોજિત થનારી આગામી ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન એવોર્ડ આપશે.
કોવિડ-19માં ભારતે ડોમિનિકાને મદદ કરી
પીએમ નરેન્દ્ર મોદીની આફ્રિકાની મુલાકાત પહેલાં, ડોમિનિકાએ પોતાના દેશનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ડોમિનિકા એવોર્ડ ઑફ ઓનરની જાહેરાત કરી છે. બુધવારે સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એક નિવેદન અનુસાર, “કોમનવેલ્થ ઓફ ડોમિનિકા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોવિડ-19 રોગચાળા દરમિયાન ડોમિનિકામાં તેમના યોગદાન અને ભારત વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવા પ્રત્યેના તેમના સમર્પણને માન્યતા આપવા માટે તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરશે. અને ડોમિનિકા નેશનલ એવોર્ડ, ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર આપશે.
ભારતે 70 હજાર રસીના ડોઝ મોકલાવ્યા
ફેબ્રુઆરી-2021માં ભારતે ડોમિનિકાને એસ્ટ્રાજેનેકાને કોવિડ-19 રસીના 70 હજાર ડોઝ મોકલી આપ્યા હતા. આ પુરસ્કાર ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન દ્વારા ભારત-કેરિકોમ શિખર સંમેલનમાં પીએમ મોદીને આપવામાં આવશે.









