- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર સ્વાગત કરાયું
- પોલેન્ડ પછી પીએમ મોદી યુક્રેનના પ્રવાસે જશે
- પોલેન્ડમાં 45 વર્ષ પછી પહેલા ભારતીય પીએમનો પ્રવાસ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ પહોંચી ગયા છે. તેઓ બે દિવસીય યાત્રા પર પોલેન્ડની રાજઝાની વોર્સોમાં પહોંચ્યા છે. અહીં પીએમનું ગરબા સાથે સ્વાગત કરાયું હતું. જ્યાં પીએમ મોદી પોલેન્ડમાં બે દિવસ સુધી રહેવાના છે. ગત 45 વર્ષમાં કોઈપણ ભારતીય વડાપ્રધાન પોલેન્ડની યાત્રા નથી કરી. જેથી પીએમની આ પ્રથમ પોલેન્ડ યાત્રા છે. પોલેન્ડમાં પીએમ મોદી રાષ્ટ્રપતિ આંદ્રેજ સેબેસ્ટિયન ડૂડા સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કની સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે.
પ્રવાસ શા માટે અગત્યનો છે?
વિદેશ મંત્રાલયના સચિવે પીએમ મોદીના આ પ્રવાસને મહત્ત્વપૂર્ણ જણાવ્યો છે. આ યાત્રા એવા સમયે છે જ્યારે બંને દેશો વચ્ચે કૂટનીતિક સંબંધોની સ્થાપનાને 70 વર્ષ પૂર્ણ થવાના છે. તેઓએ એવું પણ કહ્યું કે, ભારત અને પોલેન્ડની વચ્ચે એક અનોખો સંબંધ વર્ષ-1940ના દાયકામાં બીજા વિશ્વયુદ્ધ વખતથી છે. જ્યારે પોલેન્ડની છ હજારથી વધુ મહિલાઓ અને બાળકોએ ભારતના બે રજવાડા જામનગર અને કોલ્હાપુરમાં શરણ લીધી હતી.
પોલેન્ડ પછી પીએમ મોદી યુક્રેન જશે
પોલેન્ડ યાત્રા પછી વડાપ્રધાન મોદી યુક્રેન પણ જશે, જ્યાં તેઓ વેપાર, માનવીય મદદ સહિત અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. યુક્રેનમાં તેઓ ભારતીય સમુદાયના વિદ્યાર્થીઓ તથા અન્ય લોકો સાથે પણ મુલાકાત કરશે. એવું મનાઈ રહ્યું છે કે, પીએમ મોદીના પ્રવાસથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. આની પહેલા પીએમ મોદી રશિયાનો પ્રવાસ કર્યો હતો. જ્યાં તેમને રશિયાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાયા હતા.









