• ભારતીય મૂળના અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ છેલ્લા ઘણા સમયથી અવકાશમાં છે
  • નાસાએ સ્પેસ એક્સ અને અન્ય ઉપાયોથી સુનિતાને ધરતી પર લાવવાની વિચારણા કરી રહ્યું છે
  • સુનિતા અને બીજા એસ્ટ્રોનોટસ ઓલિમ્પિકની મશાલ લઈ બીજી રમતો સ્પેસ સ્ટેશન પર રમ્યા

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેસન પર રહેલા એસ્ટ્રોનોટ્સ ઝીરો ગ્રેવિટીમાં મશાલ લઈને નજરે પડયા હતા. સ્પેસમાં ગોળીફેંક, વેઈટ લિફ્ટિંગ જેવા રમતોની નકલ કરતા એસ્ટ્રોનટ જોવા મળ્યા હતા. નાસાએ પોસ્ટ કરેલો આ વીડિયો લોકોને ખૂબ પસંદ પડયો છે. આ વીડિયોએ અત્યાર સુધી આશરે 50 લાખ જોવામાં આવી ચુક્યો છે.

પેરિસ ઓલિમ્પિક્સ 2024નો ભારે દબદબાભેર પ્રારંભ થઈ ગયો છે. દેશને મનુ ભાકરે મેડલ અપાવીને ભારતનું ખાતું ખોલ્યું છે. આ રમતોનો ધરતી પર તો છે પરંતુ ધરતીથી 450 કિલોમીટર દૂર સ્પેસ સ્ટેશન પર એસ્ટ્રોનોટસ અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. સુનિતા વિલિયમ્સ સહિત તમામ એસ્ટ્રોનોટ્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બધા રમતા જોઈ શકાય છે.

 

 

 સ્પેસમાં મશાલ

નાસાએ પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલા વીડિયોમાં ઓલિમ્પિકસની મશાલ જેવી એક ચીજને એસ્ટ્રોનોટ્સ એકબીજાને પાસ કરતા નજરે પડયા છે. પછી ઝીરો ગ્રેવિટી એટલે કે, ગુરુત્વાકર્ષણ બળ નથી. ત્યાં ઘણી રમત રમ્યા હતા. જો કે તેઓ અસલી વજન કે એવું કંઈ ઉપયોગમાં નથી લેતા.

વીડિયોમાં યુઝર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે વીડિયો શેર કરીને લખ્યું કે, અમે એક સ્પેસ ઓલિમ્પિક્સ માટે પૈસા કેમ નથી ઉઘરાવી શકતા. જ્યારે બીજા એક યુજરે સ્પેસમાં જિમનાસ્ટિક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

એક યુઝરે સુનિતા વિલિયમ્સની ફિટનેસની પ્રશંસા કરતા નજરે પડયા હતા. તેઓએ લખ્યું કે, તેઓને એવાત નક્કી છે કે સુનિતા ઓલિમ્પિકમાં ભાગ લઈ કેટલાક મેડલ જીતી શકે છે.

જ્યારે બીજા યુઝરે સ્પેસ સ્ટેશન પર સુનિતા વિલિયમ્સ લાંબા સમય સુધી રોકાવાના કારણ પર સવાલ ઉઠાવતા નજરે આવ્યા. ઉલ્લેખનીય છે કે, સુનિતા ટેક્નિકલ ખામીને લીધે સ્પેસમાં ઘણા સમયથી રોકાયેલી છે. એક યુઝરે લખ્યું કે આ બધા કરતા તેઓને ઘર પરત લાવવા પર ધ્યાન આપવું જોઈએ. સુનિતા સ્પેસમાં ત્રણ મહિના કરતાં વધુ સમય સુધી રોકાવા તૈયાર નથી. બોઈંગ વિમાનની ખરાબી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.  

  • Follow us on: