- વાયુ પ્રદૂષણે યુરોપમાં અંદાજે ચાર લાખ લોકોના જીવ લીધા
- તમામ લોકોના મોત મુખ્યત્વે ત્રણ પ્રકારના વાયુ પ્રદૂષણથી થયા
- સૌથી વધુ મૃત્યુ પોલેન્ડ, ઇટાલી અને જર્મનીમાં થયા છે
વાયુ પ્રદૂષણે યુરોપમાં અંદાજે ચાર લાખ લોકોના જીવ લીધા. આ તમામ લોકોના મોત મુખ્યત્વે ત્રણ પ્રકારના વાયુ પ્રદૂષણથી સંબંધિત તત્વોના કારણે થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો પ્રદૂષણને ઓછામાં ઓછું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રદૂષણના સ્તર સુધી ઓછું કરવામાં આવ્યું હોત તો લાખો લોકોના જીવ બચાવી શકાયા હોત.
યુરોપિયન એન્વાયરમેન્ટ એજન્સીના રિપોર્ટ અનુસાર પીએમ 2.5ના કારણે 2 લાખ 53 હજાર લોકોના અકાળે મોત થયા છે. PM 2.5 એ લોકો માટે ખૂબ જ ઘાતક છે જેઓ હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડિત છે. PM 2.5 સિવાય નાઈટ્રોજન ઓક્સાઈડ (NO2)ના કારણે થતા પ્રદૂષણને કારણે લગભગ 52 હજાર લોકોના મોત થયા છે. નાઈટ્રોજન ઓક્સાઈડ એવા લોકો માટે હાનિકારક છે જેઓ ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓથી પીડિત છે. પીએમ 2.5 અને નાઇટ્રોજન ઓક્સાઇડ સિવાય યુરોપમાં 22 હજાર લોકોએ ઓઝોનના સંપર્કમાં જીવ ગુમાવ્યો હતો.










