અમેરિકાનાં અબજોપતિ ઉદ્યોગપતિ અને નવા ચૂંટાયેલા પ્રમુખ ટ્રમ્પનાં નિકટનાં ગણાતા એલન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા સ્ટેનલેસ સ્ટીલમાંથી સ્ટારશિપ નામનું સ્પેસક્રાફ્ટ બનાવવામાં આવ્યું છે જે ફક્ત અડધો કલાકમાં પ્રવાસીને દિલ્હીથી અમેરિકા પહોંચાડે તેવી રીતે વિકસાવવામાં આવ્યું છે.
આ સ્પેસક્રાફ્ટની લંબાઈ 395 ફૂટ છે અને તે ખૂબ જ ઝડપથી આકાશમાં ઊડવાની ક્ષમતા ધરાવે છે. ટ્રમ્પ દ્વારા મસ્કને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીનાં પ્રધાન નિયુક્ત કરાયા છે. ચૂંટણીમાં એલન મસ્કે ટ્રમ્પને ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો અને અઢળક પૈસા ચૂંટણી પ્રચારમાં ખર્ચ્યા હતા.ટ્રમ્પની નવી સરકારમાં મસ્ક કશુંક નવું કરવા જઈ રહ્યા છે. જેમાં તેમની કંપની સ્પેસએક્સ દ્વારા તેઓ પ્રવાસની સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર કરવા માંગે છે.
વિશ્વનાં કોઈપણ શહેરથી એક કલાક કરતાં ઓછા સમયમાં પહોંચી શકાય તેવું સ્પેસક્રાફ્ટ તેઓ બનાવી રહ્યા છે જેનાં દ્વારા દિલ્હીથી અમેરિકા ફક્ત અડધો કલાકમાં પહોંચી શકાશે. સ્પેસએક્સ દ્વારા સ્ટેનલેસ સ્ટીલનું સ્ટારશિપ બનાવવામાં આવ્યું છે. જેમાં ઓછા સમયમાં વિશ્વનાં એક ખૂણેથી બીજા ખૂણે પહોંચી શકાશે. આ સ્પેસ ક્રાફ્ટની લંબાઈ 395 ફૂટ છે અને તે અગણિત ઝડપથી અવકાશમાં ઊડી શકે છે. વિવેક સ્વામી સાથે DOGEનું નેતૃત્વ કરનારા મસ્કે કહ્યું હતું કે તેઓ ટ્રમ્પનાં શાસનમાં પૃથ્વીથી પૃથ્વીની અંતરિક્ષ યાત્રા ગોઠવવા તત્પર છે અને આ દિશામાં કામ કરી રહ્યા છે. મસ્કનાં સ્ટારશિપમાં 1000 વ્યક્તિઓને લઈ જવાની ક્ષમતા હશે અને પૃથ્વી પરના તમામ શક્તિશાળી રોકેટ કરતા તેની કામગીરી વધુ ઝડપી હશે. આ સ્ટારશિપ પૃથ્વીથી અંતરિક્ષ દ્વારા પૃથ્વી પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સાનુકૂળ રહેશે.
લંડનથી ન્યૂયોર્ક ફક્ત 29 મિનિટમાં
સ્ટારશિપ દ્વારા લોસ એન્જલસથી ટોરન્ટો ફક્ત 24 મિનિટમાં અને લંડનથી ન્યૂયોર્ક ફક્ત 29 મિનિટમાં જઈ શકાશે. દિલ્હીથી અમેરિકાનાં સાન ફ્રાન્સિસ્કો સુધી અડધા કલાકમાં પહોંચી શકાશે. ન્યૂ યોર્કથી ચીનનાં શાંઘાઈ પહોંચતા 39 મિનિટ લાગશે.