યુનાઇટેડ સ્ટેટ્સ સાથે શાંતિ વાટાઘાટો કરવાના તેમના પ્રયાસોથી ગુસ્સે થયેલા ટોળાએ વિરોધ કર્યા બાદ તેમને અંતિમ સંસ્કાર ટૂંકાવી દેવાની ફરજ પડાઇ હતી.

ઈરાનનું આંતરિક રાજકારણ ગરમાયુ 

તેહરાનમાં આયાતુલ્લા ખામેનીના અંતિમ સંસ્કાર દરમિયાન ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. કટ્ટરપંથી અને સરકાર તરફી વિરોધીઓએ તેમને દેશદ્રોહી અને દંભી ગણાવ્યા હતા. એવો આરોપ છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ સાથે શાંતિ વાટાઘાટો અને યુદ્ધવિરામની વાટાઘાટો કરવાના તેમના પ્રયાસોથી ગુસ્સે થયેલા ટોળાએ વિરોધ કર્યા બાદ તેમને અંતિમ સંસ્કાર ટૂંકાવી દેવાની ફરજ પાડવામાં આવી હતી. આ ઘટના ઈરાનના આંતરિક રાજકારણમાં વધતા તણાવને ઉજાગર કરે છે.

અમેરિકા સાથેની વાતચીત પર ગુસ્સો ફુટ્યો 

તેહરાનમાં માર્યા ગયેલા સર્વોચ્ચ નેતા અલી ખામેનીની અંતિમયાત્રા દરમિયાન ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કટ્ટરપંથી અને સરકાર તરફી જૂથોએ અમેરિકા સાથે શાંતિ વાટાઘાટો અને યુદ્ધવિરામ માળખા પર વાટાઘાટોનું નેતૃત્વ કરવા બદલ તેમને નિશાન બનાવ્યા હતા. વિરોધ એટલા તીવ્ર બન્યા કે અરાઘચીને અંતિમયાત્રા અધવચ્ચે છોડી દેવાની ફરજ પડી હતી. અગાઉ, રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનને તેમના અંતિમયાત્રા દરમિયાન સમાન ગુસ્સો અને હોબાળોનો સામનો કરવો પડ્યો હતો.

અબ્બાસ અરાઘચીએ અમેરિકાને કરારની યાદ અપાવી

અબ્બાસ અરાઘચીએ આયાતુલ્લા સૈયદ અલી ખામેનીના અંતિમયાત્રામાં ભારે ભીડને રાષ્ટ્રની એકતા અને શક્તિનું પ્રતીક ગણાવ્યું. તેમણે ટ્વિટર પર લખ્યું કે લાખો ઈરાનીઓએ તેમના નેતા અને તેમના વારસાને શ્રદ્ધાંજલિ આપવા માટે એકસાથે ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે ઈરાની લોકો કે દેશની સશસ્ત્ર દળો કોઈપણ ધમકીઓથી ડરશે નહીં. અરાઘચીએ અમેરિકાને ઇસ્લામાબાદ સમજૂતી કરારની યાદ અપાવતા કહ્યું કે જ્યાં સુધી ધમકીઓ બંધ ન થાય ત્યાં સુધી અંતિમ કરાર પર વાટાઘાટો શરૂ થશે નહીં. તેમણે અમેરિકાને તેના હસ્તાક્ષરો અને પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવા પણ અપીલ કરી. 

આ પણ વાંચોઃ દાન ચોરી મામલે Champat Raiનું પત્ર દ્વારા નિવેદન, પ્રથમવાર તોડ્યુ મૌન