અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ હાલ બ્રિટનના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન તેઓએ લંડનના મેયર સાદિક ખાન પર પ્રહાર કર્યા છે. ટ્ર્મ્પે સાદિક ખાનને ખરાબ માણસની શ્રેણીમાં હોવાનું કહ્યુ છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, સાદિક ખાને ખરાબ કામ કર્યા છે. ટ્રમ્પે કાર્યક્રમ દરમિયાન સાદિક ખાની ટીકાઓ કરી હતી.

આરોપ-પ્રતિઆરોપનો દૌર

એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ લંડનના મેયર સાદિક ખાનની ટીકા કરી રહ્યા હતા. તો બીજી તરફ બ્રિટનના પીએમ કીર સ્ટાર્મરે પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ સાદિક ખાનને પોતાના મિત્ર ગણાવ્યા હતા. ટ્રમ્પ અને સાદિક વચ્ચે જૂની દુશ્મની છે. તેમની વચ્ચે સતત તણાવ જોવા મળ્યો છે. ટ્રમ્પ જ્યારે પ્રથમવાર રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે લંડનથી સાદિક ખાને તેમના પ્રહાર કર્યા હતા. અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તો આ વખતે ટ્રમ્પ જ્યારે લંડન આવ્યા છે. ત્યારે તેઓએ સાદિક ખાન પર સતત નજર રાખી છે. સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પ અને કીર સ્ટાર્મર એકસાથે હતા. જ્યાં તેઓએ સાદિક ખાનની તુલના ખરાબ માનવી સાથે કરી હતી. તો કીર સ્ટાર્મરે સાદિક ખાનને પોતાના મિત્ર તરીકે સંબોધ્યા હતા. વર્ષ 2015-16માં જ્યારે સાદિક ખાને ટ્રમ્પ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે ટ્રમ્પે મુસ્લિમ અધિકારોની યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો. અને તેની ટીકા કરી હતી. 10 વર્ષ બાદ પણ બન્ને નેતાઓ વચ્ચે દુશ્મની યથાવત્ છે.

સાદિક ખાનની પ્રતિક્રિયા આવી સામે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ લંડનના મેયર સાદિક ખાન તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ જણાવ્યુ છે કે, અમને ખુશી છે અમેરિકાના રાષ્ટ્રપતિ યૂકે આવ્યા છે. સાદિકે વધુમાં જણાવ્યુ હતુ કે, અમારી વિવિધતા કમજોર નહી પણ મજબૂત બનાવે છે. સાદિક ખાને ટ્રમ્પને ટોણો મારતા કહ્યુ હતુ કે, ટ્રમ્પના કાર્યકાળમાં સૌથી વધુ અમેરિકી નાગરિકોએ યૂકેની નાગરિકતા લેવા માટે આવેદન કર્યુ છે.