બાંગ્લાદેશમાં એક વર્ષથી રાજકીય ઉથલ-પાથલ જોવા મળી છે. આ રાજનૈતિક ભૂકંપની અસર વિવિધ રાજ્યની સરકાર પર જોઇ શકાય છે. બાંગ્લાદેશમાં આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેના કારણે નેતાઓની ગતિવિધિઓ વઘતી જોવા મળી રહી છે. અહીં શેખ હસીનાની આવામી લીગ સક્રિય થતી જોવા મળી રહી છે. જેના કારણે મોહમ્મદ યુનુસની આસપાસ ચિંતાના વાદળો ધેરાયા છે.

આવામી લીગની સક્રિયતા વધી

બાંગ્લાદેશમાં ફરી આવામી લીગનું સક્રિય થવુ એ પણ એવા સમયે જ્યારે તેના પર પ્રતિબંધ લાગ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ આવામી લીગ સામે ચૂંટણી લડવા તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ ચૂંટણી માટે પરવાનગી આપવી કે નહી તેનો નિર્ણય ચૂંટણી પંચ લેશે. આવામી લીગ પ્રચાર-પ્રસાર કરવા માટે કાર્યકર્તાઓના ટેલીગ્રામ ચેનલનો સહારો લઇ રહી છે. શેખ હસીનાની પાર્ટી બાંગ્લાદેશમાં છુપા પગે સક્રિય થઇ રહી છે. 5 ઓગષ્ટ 2024ના રોજ ભારે વિરોધના કારણે શેખ હસીનાએ બાંગ્લાદેશની સત્તા છોડી હતી. અને પોતાના દેશમાંથી પલાયન કરવું પડયુ હતુ. શેખ હસીનાએ હાલ ભારતમાં શરણ લીધી છે.

ટેલીગ્રામ પર મોનિટરિંગ

આવામી લીગના નેતા બાંગ્લાદેશમાં કાર્યકર્તાઓની ટેલીગ્રામ ચેનલ દ્વારા મોનિટરિંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમની હલચલ વધુ જોવા મળી રહી છે. ટેલીગ્રામ ચેનલ પર આવામી લીગના દરેક જિલ્લાઓના ગ્રુપ છે. જ્યાં કાર્યકર્તાઓ સાથે સીધી વાતચીત થઇ શકે છે.

વીડિયો કોલ દ્વારા સંવાદ

ભારતમાં શરણ લઇને બાંગ્લાદેશ સાથે શેખ હસીના વીડિયો કોલ દ્વારા જોડાયેલા રહે છે. આ સંવાદ દ્વારા શેખ હસીનાએ મોહમ્મદ યુનુસને ચેતાવણી આપી હતી. શેખ હસીનાએ જણાવ્યુ હતુ કે, બાંગ્લાદેશમાં યૌન શોષણના કેસ વધી રહ્યા છે. તેવામાં મોહમ્મદ યુનુસની સરકાર રોકવાના સ્થાને તેને દબાવી રહી છે.

ગુપ્ત બેઠકનો દૌર

આવામી લીગના કાર્યકર્તા ગુપ્ત બેઠકો યોજીને ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. ઢાકામાં બેઠક યોજાઇ હતી. જેમાં 22 કાર્યકર્તાઓ જોડાયા હતા. પોલીસને આ મામલે માહિતી મળતા તમામ 22 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી.

વિરોધ-પ્રદર્શનો બન્યા હથિયાર

જે પણ સ્થળે આવામી લીગના કાર્યકર્તાઓની સંખ્યા વધુ છે. ત્યાં વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં શક્તિ પ્રદર્શનો થઇ રહ્યા છે. 16 જુલાઇના રોજ ગોપાલગંજમાં આવામી લીગના કાર્યકર્તાઓએ નાહિદ ઇસ્લામની પાર્ટી પર હુમલો કર્યો હતો.