બાંગ્લાદેશમાં આગામી સમયમાં ચૂંટણી યોજવાની છે. જેના માટે એક સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેમાં BNP પાર્ટીને યુવાઓનું સૌથી વધુ સમર્થન મળ્યુ છે. સર્વે કર્યા બાદ જાણવા મળ્યુ છે કે, યુવાઓ આર્થિક સ્થિરતાથી સંતુષ્ટ છે. પરંતુ કાયદાકીય વ્યવસ્થાને લઇને તેઓએ ચિંતિત છે. યુનુસના નજીકના આંદોલનકારીઓ દ્વારા રચાયેલી પાર્ટી NCP ને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે. SANEM અખબારે દેશની યુવા વસ્તી પર આ સર્વે હાથ ધર્યો છે, જેમાં BNP ને 39, જમાતને 22 અને NCP ને માત્ર 16 ટકા મત મળતા જોવા મળ્યા છે.
મોહમ્મદ યુનુસની ચિંતા વધી
બાંગ્લાદેશમાં રાજકીય તાપમાન વધી રહ્યું છે. દેશમાં ટૂંક સમયમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને તમામ રાજકીય પક્ષોએ તેની તૈયારી શરૂ કરી દીધી છે. દરેક વ્યક્તિ પૂછી રહ્યું છે કે 16 વર્ષ પછી શેખ હસીના વિના યોજાનારી આ ચૂંટણીમાં બાંગ્લાદેશમાં સત્તા કોણ સંભાળશે. દેશના અખબારોએ પણ આ અંગે સર્વે કરવાનું શરૂ કર્યો છે. આવા એક સર્વેએ મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની ચિંતા વધારી દીધી છે. આ ઉપરાંત, અન્ય ધાર્મિક પક્ષોને 4.59 ટકા, રાષ્ટ્રીય પક્ષને 3.77 ટકા અને અન્ય પક્ષોને 0.57 ટકા મત મળ્યા છે. ઉપરાંત, 51 ટકા લોકો એવું પણ માનતા હતા કે વચગાળાની સરકાર દેશમાં સામાજિક સુમેળ જાળવી રાખવામાં સક્ષમ છે. તેમ છતાં, તેમણે NCP ને સરકાર માટે પોતાની પહેલી પસંદગી તરીકે રાખ્યું નથી.
નાગરિકો વચગાળાની સરકારથી કેટલા સંતુષ્ટ ?
સર્વેમાં, 50 ટકા યુવાનો દેશની આર્થિક સ્થિરતાથી સંતુષ્ટ છે. જ્યારે 35 ટકા યુવાનો દેશના કાયદા અને વ્યવસ્થા વિશે ચિંતિત છે. 94 ટકા યુવાનો આશાવાદી છે કે આગામી ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી થશે. જોકે, યુવાનો રાજકીય પરિવર્તનની શક્યતાઓ અંગે નિરાશ છે. દેશમાં સત્તા સંભાળતી વખતે, મોહમ્મદ યુનુસે 6 મહિનામાં દેશમાં ચૂંટણીઓ યોજવાની વાત કરી હતી. સરકાર બદલાયાને એક વર્ષ થઈ ગયું છે. પરંતુ તેમણે દેશમાં ચૂંટણીઓ યોજી નથી. ચૂંટણી યોજવા માટે વધતા દબાણને કારણે, યુનુસે ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તેમના નજીકના સાથીઓએ પોતાનો રાજકીય પક્ષ શરૂ કર્યો. ગયા વર્ષે વિદ્યાર્થી આંદોલનોનો ચહેરો રહેલા યુનુસના નજીકના સાથી નાહિદ ઇસ્લામે NCP પાર્ટી બનાવી છે અને દેશમાં ચૂંટણી લડી રહી છે. ત્યારબાદ એવું માનવામાં આવતું હતું કે જો NCP જીતે છે, તો દેશની સત્તા વર્તમાન વચગાળાની સરકાર પાસે રહેશે, પરંતુ સર્વેમાં, યુવાનોને NCP પસંદ નથી.