શાસક પક્ષના પ્રમુખ રવિ લામિછાણે નવી દિલ્હીની મુલાકાત પૂર્ણ કર્યા પછી તરત જ નેપાળના વિદેશ પ્રધાન શિશિર ખાનલ ભારતની મુલાકાતે આવશે.

બન્ને દેશના વિદેશ પ્રધાન વચ્ચે મુલાકાત

31મી મેથી નેપાળના પીએમ બાલેન શાહે નેપાળ-ભારત સરહદ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી નથી. ભલે તેમના પર સંસદમાં નિવેદન આપવા માટે ભારે દબાણ કરવામાં આવ્યુ હોય. આ દરમિયાન, નેપાળના શાસક પક્ષે આ વિવાદનો ઉકેલ લાવવાનો માર્ગ શોધ્યો છે. તેઓ હવે ભારત સાથે સીધી વાતચીત કરશે. નેપાળના વિદેશ પ્રધાન શિશિર ખાનલ તેમના ભારતીય સમકક્ષ, વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરશે.

સરહદી વિવાદનો ઉકેલ કેવી રીતે ?

1. નેપાળના વડા પ્રધાન બાલેન શાહ સંપૂર્ણપણે મૌન છે. તેઓ 31 મેથી નેપાળ સંસદમાં હાજર રહ્યા નથી. બાલેનની ગેરહાજરીને કારણે સંસદની કાર્યવાહી ત્રણ દિવસથી સ્થગિત છે. વધુમાં, સરકારી પ્રવક્તા અને વિદેશ મંત્રાલય બંનેએ બાલેનના કબજા અંગેના નિવેદનનું ખંડન કર્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બાલેનના નિવેદનનું જે રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે તે ખોટું છે. નેપાળના વિદેશ મંત્રાલય અનુસાર, નેપાળે ભારતીય જમીન પર કબજો કર્યો નથી, જ્યારે વડા પ્રધાન બાલેને કહ્યું હતું કે નેપાળે કેટલાક વિસ્તારોમાં ભારતીય જમીન પર પણ કબજો કર્યો છે.

2. જ્યારે બાલેન શાહના નિવેદનથી નેપાળમાં હોબાળો મચ્યો ત્યારે તેમના પક્ષના પ્રમુખ રવિ લામિછાણે સરહદી વિવાદનો ઉકેલ લાવવા દિલ્હી આવ્યા હતા. દિલ્હીમાં, લામિછાણે વિદેશ પ્રધાન એસ. જયશંકર, ગૃહ પ્રધાન અમિત શાહ અને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

3. નેપાળના વિદેશ પ્રધાન શિશિર ખાનલ નવી દિલ્હીની મુલાકાત લેશે. ખાનલ ત્રણ દિવસ દરમિયાન વિવિધ બેઠકોમાં ભાગ લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ખાનલ કાઠમંડુથી નવી દિલ્હી ફક્ત એક પ્રસ્તાવ સાથે જ પરત ફરી શકે છે.

આ દ્વીપક્ષીય વાતચીત છેઃ ભારત

31 મેના રોજ નેપાળી સંસદમાં એક પ્રશ્નના જવાબમાં પીએમ બાલેન શાહે કહ્યું કે, તેઓએ સરહદ વિવાદ ઉકેલવા માટે બ્રિટન અને ચીનનો સંપર્ક કર્યો છે. જો કે, બ્રિટને તરત જ પોતાને દૂર કરી દીધા છે. તેને દ્વિપક્ષીય મામલો ગણાવ્યો છે. બાલેનના નિવેદન બાદ, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, નેપાળ સાથેનો 98 ટકા સરહદી મુદ્દો ઉકેલાયો છે. ગંડક નદીના પ્રવાહમાં ફેરફારને કારણે કેટલાક વિસ્તારોમાં વિવાદો છે. બંને પક્ષો પરસ્પર આ મુદ્દાને ઉકેલી શકે છે.

આ પણ વાંચોઃ અતિશય પરસેવો વળવો સામાન્ય નથી, જાણો તેની પાછળના કારણો અને બચવાના ઉપાયો

  • Follow us on: