ભારતે સીરિયાની વચગાળાની સરકાર સાથે પ્રથમ વખત સત્તાવાર વાતચીત શરુ કરી છે. નવી સરકારનું સુકાન પૂર્વ અલ-કાયદા નેતા અહમદ અલ-શરા સંભાળી રહ્યા છે. ભારતના ડિપ્લોમેટે દમિશ્કમાં સીરિયાના મંત્રી સ્વાસ્થ્ય, શિક્ષા અને ફાર્મા સેક્ટરમાં સહયોગ પર ચર્ચા કરવામાં આવી હતી. અસદ શાસનના પતન બાદ ભારતની આ પ્રથમ કૂટનીતિ પહેલ છે.


ભારત-સીરિયા વચ્ચે સંવાદ

ભારત તરફથી વિદેશ મંત્રાલયના વેસ્ટ એશિયા અને નોર્થ આફ્રિકા ડિવિઝનના નિર્દેશક સુરેશ કુમારે દમિશ્કમાં સીરિયાના મુખ્ય મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં બશર અલ-અસદ સરકારના પતન બાદ આ પ્રથમ વખત છે જ્યારે ભારતે નવી સરકાર સાથે સીધો સંવાદ સાધ્યો છે. ભારતની આ ડિપ્લોમેટિક એન્ટ્રીને સીરિયાની સરકારી એજન્સીએ રિપોર્ટ કર્યો છે. સુરેશ કુમારે સીરિયાના વિદેશ મંત્રી અસઆદ અલ-શૈબાની અને સ્વાસ્થ્ય મંત્રી મુસાબ અલ-અલી સાથે ખાસ વાતચીત કરી હતી. મેડિકલ, સ્વાસ્થ્ય, શિક્ષા અને ફાર્મા સેક્ટરમાં મહત્વનો સંવાદ સાધવામાં આવ્યો હતો.

બન્ને દેશના મજબૂત સંબંધ

સીરિયા અને ભારતના સંબંધો હમેંશા મજબૂત રહ્યા છે. ભારતે હમેંશા ફિલિસ્તાન મુદ્દે અને ગોલાન હાઇટ્સ પર સીરિયાની દાવેદારીનું સમર્થન કર્યુ છે. અસદ શાસન દરમિયાન સીરિયાએ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું સમર્થન કર્યુ છે. કાશ્મીરના મુદ્દે સમર્થન જોવા મળ્યુ હતુ. કોવિડના સમયમાં ભારતે સીરિયાને 10 ટન દવાઓ મોકલી હતી. અને વર્ષ 2021માં 2 હજાર ટન ચોખા પણ આપ્યા હતા. 

  • Follow us on: