પાકિસ્તાન અને કતાર દ્વારા મધ્યસ્થી કરાયેલા અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર છતાં, પશ્ચિમ એશિયામાં તણાવ અને સંઘર્ષ યથાવત છે. 

અમેરિકન રાષ્ટ્રપતિએ ઈરાનના નિર્ણય વિશે શું કહ્યું?

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ યુએસ-ઈરાન સમજૂતી કરારને નકારવાના તેહરાનના નિર્ણયથી પરેશાન નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ યુદ્ધમાં અમેરિકાની પ્રાથમિકતા ઈરાનને પરમાણુ શક્તિ પ્રાપ્ત કરતા અટકાવવાની છે. 

ડોનાલ્ડ ટ્ર્મ્પની પ્રતિક્રિયા 

અમેરિકન રાષ્ટ્રપતિને ગયા મહિને અમેરિકા સાથે થયેલા વચગાળાના શાંતિ કરારનું પાલન ન કરવાના ઈરાનના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે જવાબ આપ્યો હતો કે, મને તેની બિલકુલ પરવા નથી, મને તેનાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે આ યુદ્ધમાં વોશિંગ્ટનનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનને ક્યારેય પરમાણુ શક્તિ પ્રાપ્ત કરતા અટકાવવાનો છે.

એમઓયુ પર હસ્તાક્ષર થયા

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઇઝરાયલ સાથે ઈરાનના યુદ્ધના લગભગ ચાર મહિના પછી, જૂનમાં વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે એક વચગાળાના શાંતિ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનો હેતુ યુદ્ધનો અંત લાવવા અને અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવાનો હતો. જો કે, આ કરાર બંને પક્ષો વચ્ચે અસરકારક રીતે લાગુ કરવામાં આવ્યો નથી, અને અમેરિકા અને ઈરાન એકબીજાના સ્થાનો પર બોમ્બમારો અને મિસાઈલ અને ડ્રોન હુમલા કરવાનું ચાલુ રાખે છે. 

આ પણ વાંચોઃ પૂંચમાં કુદરતનું રોદ્ર સ્વરૂપ, પૂર અને ભૂસ્ખલનથી 15ના મોત, અનેક લોકો લાપતા