નેપાળના ગૃહમંત્રી સુદાન ગુરુંગ પર અપ્રમાણસર સંપત્તિથી લઈને મની લોન્ડરિંગ સુધીના આરોપો લાગ્યા છે.
ગૃહમંત્રી ફસાયા વિવાદના વંટોળમાં
ગૃહમંત્રી સુદાન ગુરુંગ પર મોટા આરોપો લાગ્યા છે. જેમાં અપ્રમાણસર સંપત્તિથી લઈને મની લોન્ડરિંગ સુધીનો સમાવેશ થાય છે. તેમના પર એક વિવાદાસ્પદ ઉદ્યોગપતિ સાથે જોડાયેલી કંપનીઓમાં શેર ખરીદવાનો પણ આરોપ છે. આ વિવાદ અને હોબાળા બાદ ગુરુંગે પ્રધાનમંત્રી બાલેન શાહને પોતાનુ રાજીનામું આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા રાજીનામાની જાહેરાત પણ કરી છે.
સોશિયલ મીડિયા પોસ્ટ થઇ વાયરલ
સુદાન ગુરુંગે પોસ્ટ કર્યું હતુ કે, હું ગૃહમંત્રી તરીકે પ્રામાણિકપણે સેવા આપી રહ્યો છું. મેં તાજેતરમાં મારા શેર અને અન્ય બાબતો અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો, ટિપ્પણીઓ અને જાહેર ચિંતાઓને ગંભીરતાથી લીધી છે. મારા માટે, પદ કરતાં નૈતિકતા વધુ મહત્વપૂર્ણ છે અને જાહેર વિશ્વાસ કરતાં મોટી કોઈ શક્તિ નથી. આજે દેશમાં ઉભરી રહેલી Gen-Z ચળવળ, જે સુશાસન, પારદર્શિતા અને જવાબદારીની માંગણી કરે છે, તે સંદેશ પણ આપે છે કે જાહેર જીવન સ્વચ્છ હોવું જોઈએ અને નેતૃત્વ જવાબદાર હોવું જોઈએ.
નેપાળ સરકારમાં હોબાળો
નેપાળની બાલેન શાહ સરકાર સતત વિવાદોમાં ફસાયેલી છે. બાલેન શાહને સત્તા સંભાળ્યાને એક મહિનો પણ થયો નથી. છતાં તેમના વિરુદ્ધ જાહેર અસંતોષ વધવા લાગ્યો છે. કાઠમંડુ સહિત અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ, રાજકીય પક્ષો અને સામાન્ય લોકો વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતરી રહ્યા છે. નેપાળ સરકારે ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારી છે. તેણે 100 રૂપિયાથી વધુ કિંમતના માલ પર ડ્યુટી લાદી છે. આનાથી રોજિંદા વસ્તુઓના ભાવ પર અસર પડી રહી છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં સરકારી અધિકારીઓ કેટલું કરી શકે છે દારૂનું સેવન?, જાણો













