પદ સંભાળ્યાના માત્ર 15 દિવસમાં પીએમ બાલેન શાહે તેમના એક મંત્રીને બરતરફ કર્યા છે.

ભાઇ ભતીજાવાદ પર તરાપ

મંત્રીને હટાવવાનું મુખ્ય કારણ તેમની પત્નીને ફાયદો પહોંચાડવા માટે તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ હતો. બાલેન શાહે પદ સંભાળ્યાના માત્ર 15 દિવસ પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. બેદરકારી બદલ અન્ય એક મંત્રીને પણ ચેતવણી અપાઇ હતી. વડા પ્રધાન સચિવાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, શાસક રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીની ભલામણ પર શ્રમ, રોજગાર અને સામાજિક સુરક્ષા મંત્રી દીપ કુમાર શાહને તેમના પદ પરથી દૂર કરાયા હતા. અગાઉ આરએસપીના વડા રવિ લામિછાનેએ પીએમ શાહને દીપ કુમાર શાહ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી.

પત્નીની ભલામણ કરવા બદલ મંત્રી મુશ્કેલીમાં

લામિછાનેએ જણાવ્યું હતું કે, મંત્રી શાહે તેમની પત્નીને આરોગ્ય વીમા બોર્ડના સભ્ય તરીકે ફરીથી નિયુક્ત કરવામાં ભૂમિકા ભજવી હતી, તેમનો કાર્યકાળ પૂરો થયા પછી પણ. શાહ પર આરોપ છે કે તેમણે તેમની પત્નીને આરોગ્ય વીમા બોર્ડના સભ્ય તરીકે ફરીથી નિયુક્ત કરવામાં સામેલ થઈને તેમના પદનો દુરુપયોગ કર્યો હતો. તેમનો કાર્યકાળ પૂરો થયા પછી પણ પીએમના પ્રેસ સલાહકાર દીપા દહલે જણાવ્યું હતું કે, આરએસપીના કેન્દ્રીય શિસ્ત આયોગે શાહને પદ પરથી દૂર કરવા માટે ભલામણ કરી હતી. પીએમને શાહના સ્થાને શ્રમ મંત્રાલયની જવાબદારી જાળવી રાખી છે.

આરોગ્ય પ્રધાન નિશા મહેતાને ચેતવણી

એક અલગ ઘટનાક્રમમાં, આરએસપીના વડા રવિ લામિછાનેએ પણ ભલામણ કરી હતી કે, આરોગ્ય અને વસ્તી પ્રધાન નિશા મહેતાને શાહની પત્નીની પુનઃનિયુક્તિના મામલાને ગંભીરતાથી ન લેવા બદલ ચેતવણી આપવામાં આવે. દીપા દહલે કહ્યું કે આ ભલામણ પર કાર્ય કરતા, વડા પ્રધાને મંત્રી મહેતાને ચેતવણી પણ આપી છે. રેપરથી રાજકારણી બનેલા બાલેન્દ્ર શાહ, જેને "બાલેન" તરીકે પણ ઓળખવામાં આવે છે, માર્ચની ચૂંટણીમાં જંગી વિજય સાથે નેપાળમાં સત્તામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ બન્ને દેશ વચ્ચે શાંતિ કરારની બેઠકમાં Donald Trumpના જમાઈ Jared Kushnerએ સૌ કોઇનું ખેંચ્યુ ધ્યાન

  • Follow us on: