ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને એક નવી પરમાણુ સામગ્રી ઉત્પાદન સુવિધાની મુલાકાત લીધી છે.

ગુપ્ત પરમાણુ સુવિધાનું નિરીક્ષણ

ઇરાનના પરમાણુ સંવર્ધન પર નજર રાખી રહેલા અમેરિકાએ તેનું ધ્યાન ઇરાન પર કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે તેની મિસાઇલો સીધા વોશિંગ્ટનની રેન્જમાં છે. અને દેશના પરમાણુ શસ્ત્રોના ભંડારમાં ઝડપથી અને નોંધપાત્ર વધારો કરવાના તેમના સંકલ્પને પુનરાવર્તિત કર્યો છે. કિમે આ ગુપ્ત પરમાણુ સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં તેમણે વૈજ્ઞાનિકો અને અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સી, KCNA એ મુલાકાતની જાણ કરી હતી. પરંતુ સુરક્ષા કારણોસર સુવિધાનું સ્થાન અને અન્ય વિગતો જાહેર કરાઇ ન હતી.

કિમ જોંગ ઉને કર્યો દાવો

દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યુ છે કે, આ એક યુરેનિયમ સંવર્ધન સુવિધા છે. જ્યાં પરમાણુ શસ્ત્રો માટે જરૂરી સામગ્રીનું ઉત્પાદન થાય છે. કિમ જોંગ ઉને દાવો કર્યો હતો કે, ઉત્તર કોરિયાની શસ્ત્ર-ગ્રેડ પરમાણુ સામગ્રી ઉત્પાદન ક્ષમતા છેલ્લા પાંચ વર્ષમાં બમણાથી વધુ થઈ છે. તેમણે આ માટે દેશના પરમાણુ વૈજ્ઞાનિકો અને તકનીકી નિષ્ણાતોને શ્રેય આપ્યો. કિમ જોંગ ઉન નિયમિતપણે તેમના દેશના શસ્ત્રોનું નિરીક્ષણ કરી રહ્યા છે.

પરમાણુ ક્ષમતાઓનો સતત વિસ્તાર

નિષ્ણાતો માને છે કે, ઉત્તર કોરિયા પાસે પહેલાથી જ ઘણી પરમાણુ સુવિધાઓ છે. દક્ષિણ કોરિયાના ભૂતપૂર્વ એકીકરણ મંત્રી, ચુંગ ડોંગ-યોંગે અંદાજ લગાવ્યો હતો કે ઉત્તર કોરિયા પાસે હજારો કિલોગ્રામ અત્યંત સમૃદ્ધ યુરેનિયમ હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે પરમાણુ બોમ્બ બનાવવા માટે માત્ર 10 થી 12 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળા યુરેનિયમ પૂરતા છે. કિમ જોંગ ઉનની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ઉત્તર કોરિયા તેની લશ્કરી અને પરમાણુ ક્ષમતાઓનો સતત વિસ્તાર કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ મમતા બેનર્જીના સૌથી મજબૂત કિલ્લામાં તિરાડ! આ 17 મુસ્લિમ ધારાસભ્ય નક્કી કરશે દીદીનું ભવિષ્ય

  • Follow us on: