બાંગ્લાદેશના ઢાકા અને ઇસ્લામાબાદે 10 મુદ્દાનો સંરક્ષણ કરાર તૈયાર કર્યો છે.

ગુપ્ત માહિતી કરાશે શેર

પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરકારો 10 વર્ષ માટે ગુપ્ત માહિતી શેર કરવા માટે સંમત થયા છે. ગૃહમંત્રી મોહસીન નકવીની ઢાકા મુલાકાત દરમિયાન આ કરાર થયો હતો. 1971 પછી આ પહેલી વાર છે જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશે આવા લશ્કરી સેવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પ્રસ્તાવમાં જણાવાયું છે કે, બંને દેશો આગામી 10 વર્ષ સુધી એકબીજાને ગુપ્ત માહિતી પૂરી પાડશે. તેમની સુરક્ષા સ્થિતિને મજબૂત બનાવશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને ભારતના પડોશી દેશો છે.

સંરક્ષણ કરારમાં શું છે?

આ કરાર હેઠળ, બંને દેશો આગામી દિવસોમાં આતંકવાદનો સામનો કેવી રીતે કરવો તે અંગે એક કરાર પર પહોંચી શકે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તહરીક-એ-તાલિબાન જેવા આતંકવાદી સંગઠનોનો પ્રભાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ પાસપોર્ટ અને અન્ય સરકારી દસ્તાવેજોમાં છેતરપિંડી અટકાવવા માટે કરાર પર હસ્તાક્ષર કરવાની પણ તૈયારી કરી રહ્યા છે. આ કરારમાં એકબીજા સાથે તકનીકી માહિતી શેર કરવાનો સમાવેશ કરાયો છે.

બંને દેશ વચ્ચે વધી મિત્રતા

2024માં શેખ હસીનાને સત્તા પરથી દૂર કર્યા બાદ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા વધી છે. યુનુસ શાસન દરમિયાન, પાકિસ્તાને બાંગ્લાદેશ સાથે અનેક વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. હવે, તારિક રહેમાનની સરકારે એક ડગલું આગળ વધીને પાકિસ્તાન સાથે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તારિક રહેમાનની પાર્ટી પાકિસ્તાન સમર્થિત પાર્ટી છે. પાકિસ્તાને અગાઉ BNP સરકાર દરમિયાન બાંગ્લાદેશમાં પ્રભુત્વ મેળવ્યું છે. જો કે, આવો સંરક્ષણ કરાર બંને દેશો વચ્ચે પહેલા ક્યારેય થયો નથી. આ કરાર ભારત માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ભારત અને પાકિસ્તાન 3323 કિલોમીટરની સરહદ ધરાવે છે, જ્યારે ભારત અને બાંગ્લાદેશ 4096 કિલોમીટરની સરહદ ધરાવે છે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી Suvendu Adhikariએ IAS Manoj Agarwalને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી