ભારત અને અમેરિકા વચ્ચેની હાઇ-પ્રોફાઇલ દ્વિપક્ષીય બેઠક પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી છે. 

ટ્રમ્પ અને મોદીની મુલાકાત આકર્ષણનું કેન્દ્ર 

G7 સમિટમાં વર્કિંગ લંચ દરમિયાન, ટ્રમ્પે અચાનક પીએમ મોદી તરફ ઈશારો કર્યો અને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ શાંત, સંયમિત અને પ્રભાવશાળી નેતા છે, પરંતુ હું તેમના જેવો નથી. ફ્રાન્સમાં G7 સમિટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક પર દુનિયાનું ધ્યાન કેન્દ્રિત થયું છે. ટ્રમ્પે પીએમ મોદી તરફ ઈશારો કર્યો અને સમગ્ર સભા સામે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતુ ટ્રમ્પે ખુલ્લેઆમ સ્વીકાર્યુ કે, વડા પ્રધાન મોદી ખૂબ જ શાંત, સંયમિત અને ખૂબ જ પ્રભાવશાળી છે. હું બિલકુલ એવો નથી. 

વૈશ્વિક નેતાઓની હાજરીમાં નિવેદન 

ફ્રાન્સમાં ચાલી રહેલી પ્રતિષ્ઠિત G7 સમિટ દરમિયાન વૈશ્વિક રાજનીતિના મંચ પરથી રસપ્રદ અહેવાલ સામે આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુક્તકંઠે પ્રશંસા કરી છે. સમિટના એક વર્કિંગ લંચ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી તરફ ઈશારો કરીને વૈશ્વિક નેતાઓની હાજરીમાં આ મોટું નિવેદન આપ્યું હતું, જેની ચર્ચા અત્યારે આખી દુનિયામાં થઈ રહી છે.

વ્યક્તિગત સંબંધો મજબૂત

ફ્રાન્સમાં યોજાઈ રહેલી આ સમિટમાં વિશ્વભરના મીડિયા અને રાજદ્વારીઓની નજર ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થનારી મુલાકાત પર છે. આ મહત્વપૂર્ણ બેઠક પહેલા ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા આ વખાણ દર્શાવે છે કે બંને નેતાઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધો કેટલા મજબૂત છે અને વૈશ્વિક સ્તરે પીએમ મોદીનો પ્રભાવ કેટલો ઊંડો છે.

વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત 

અમેરિકી રાષ્ટ્રપતિનું આ નિવેદન માત્ર પીએમ મોદીની લોકપ્રિયતા જ નહીં, પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત સ્થિતિ અને તેના સન્માનને પણ રેખાંકિત કરે છે. G7ના સત્તાવાર સભ્ય ન હોવા છતાં પણ સમિટમાં ભારત અને તેના વડાપ્રધાન કેન્દ્ર સ્થાને જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ Essel Group Chairmanએ 304 કરોડમાં ખરીદેલો દિલ્હીનો બંગલો 1260 કરોડમાં વેચ્યો, દેશના સૌથી મોંઘા પ્રોપર્ટી ડીલમાં સામેલ

  • Follow us on: