પીએમ મોદીએ કહ્યું કે, સંકટના આ સમયમાં ભારત તમારી સાથે છે. યુએઈ અને ભારતની મિત્રતા મજબૂત છે.

પ્રભાવિત પરિવાર માટે સંવેદના

પીએમ મોદીએ મુલાકાત દરમિયાન કહ્યુ કે, પશ્ચિમ એશિયામાં કટોકટી સમગ્ર વિશ્વ માટે કટોકટી છે. તેમણે યુએઈને ભારતનો મિત્ર ગણાવ્યો છે. પોતાના સંબોધન દરમિયાન, વડા પ્રધાન મોદીએ યુએઈને પોતાનું બીજું ઘર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આજે તમારી વાયુસેનાએ જે રીતે અમને એસ્કોર્ટ કર્યા તે ભારતના લોકો માટે સન્માન છે. તાજેતરની કુદરતી આફતથી પ્રભાવિત લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ હું તમારો ખૂબ આભારી છું.

https://twitter.com/Brics_india/status/2055188792810877359 

UAE પરના હુમલાની નિંદા

પીએમ મોદીએ ઈરાન યુદ્ધ દરમિયાન યુએઈ પર થયેલા તાજેતરના હુમલાઓની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, અમે યુએઈ પરના હુમલાઓની સખત નિંદા કરીએ છીએ. જે રીતે યુએઈને નિશાન બનાવાયુ છે તે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં યુએઈના રાષ્ટ્રપતિ દ્વારા દર્શાવવામાં આવેલ સંયમ અને હિંમત ખૂબ જ પ્રશંસનીય છે. રાષ્ટ્રીય એકતા, સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતા જાળવવા માટે તમારા નેતૃત્વ હેઠળ લેવામાં આવેલા પગલાં માટે અમે અભિનંદન આપીએ છીએ.

https://twitter.com/ANI/status/2055198878237184269 

https://twitter.com/PTI_News/status/2055207006693449868

F-16 વિમાનોએ PMના વિમાનને એસ્કોર્ટ કર્યું

જ્યારે PMનું વિમાન UAEના ક્ષેત્રમાં પ્રવેશ્યું, ત્યારે તેને F-16 વિમાનોએ એસ્કોર્ટ કર્યું. UAEના રાષ્ટ્રપતિ પોતે PMનું સ્વાગત કરવા એરપોર્ટ પર આવ્યા હતા. તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. PM LPG અને અન્ય પ્રોજેક્ટ્સ પર કરારો પર હસ્તાક્ષર કરવા માટે અહીં છે. બંને નેતાઓએ સમજૂતી કરારોની પણ આપ-લે કરી હતી.

આ પણ વાંચોઃ ઈરાનના યુરેનિયમ વિશે સવાલ પૂછાતા ડોનાલ્ડ ટ્રમ્પે શુ કહ્યુ?, જાણો