ઇરાનની સત્તા હવા સુપ્રીમ નેતા મોજતબા ખામેનેઇ કે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેક્શિયન પાસે નથી.
યુદ્ધને 1 મહિના કરતા વધુનો સમય
અમેરિકાએ જ્યારે ઇઝરાયલ સાથે મળીને ઇરાન પર હુમલો કર્યો હતો ત્યારે બન્ને દેશને લાગતુ હતુ કે ઇરાન થોડા સમયમાં ખત્મ થઇ જશે. પરંતુ ઇરાન આ યુદ્ધમાં 1 મહિના કરતા વધુ સમયથી લડત આપી રહ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનની સત્તા ખત્મ કરવા અને ન્યુક્લિયર પાવરને મૂળમાંથી નષ્ટ કરવા તમામ પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ ટ્રમ્પના તમામ સપનાઓ માત્ર સપનાઓ રહ્યા હતા. તો આ તરફ હવે ઇરાનમાં આંતરિક પરિવર્તન જોવા મળ્યુ છે.
લશ્કરી નેતૃત્વ અને સરકાર વચ્ચે તિરાડ
ઇરાનમાં પરદા પાછળ શાંત પરિવર્તન થઇ રહ્યુ છે. રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનની સરકાર સંપૂર્ણ રીત અન્યના હાથમાં જતી રહી છે. દેશની સત્તા સીધી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડસ કોરના ખૂંખાર કમાન્ડરના હાથમાં જતી રહી છે. એક રિપોર્ટ અનુસાર લશ્કરી નેતૃત્વ અને સરકાર વચ્ચે તિરાડ પડી ગઈ છે. જેના કારણે રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન રાજકીય મડાગાંઠમાં મુકાઈ ગયા છે. આ પરિસ્થિતિ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કરે છે, કારણ કે હવે બાબતો રાજદ્વારીથી ઘણી આગળ વધી ગઈ છે.
IRGC એ હુકમનામું બહાર પાડ્યું
ઈરાનમાં સત્તાના કેન્દ્રમાં હવે ચૂંટાયેલી સરકાર નથી, પરંતુ વરિષ્ઠ IRGC અધિકારીઓની લશ્કરી પરિષદ છે. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન ગયા ગુરુવારે નવા ગુપ્તચર મંત્રીની નિમણૂક કરવા માંગતા હતા, પરંતુ IRGC ચીફ-કમાન્ડર અહમદ વાહિદીએ તેમના પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢ્યો. ઈરાનના સર્વોચ્ચ નેતા, મોજતબા ખામેનીની સ્થિતિની આસપાસનું રહસ્ય વધુ ઘેરું બનતું જાય છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી, તેમના સ્થાન અથવા સ્વાસ્થ્ય વિશે કોઈ નક્કર માહિતી મળી નથી.
અલી અસગર હેજાઝીને દૂર કરવાનું કાવતરું?
ઈરાનના સત્તા માળખામાં વધુ એક ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. મોજતબા ખામેનીની નજીકના જૂથો હવે અલી અસગર હેજાઝીને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હેજાઝીએ આગામી સર્વોચ્ચ નેતા તરીકે મોજતબા ખામેનીની નિમણૂકનો સ્પષ્ટ વિરોધ કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે મોજતબામાં નેતૃત્વના ગુણોનો અભાવ છે અને તેમને સોંપવાનો અર્થ દેશનો સંપૂર્ણ નિયંત્રણ IRGCને સોંપવાનો થશે. યુદ્ધના પહેલા અઠવાડિયામાં, ઇઝરાયેલી મીડિયાએ દાવો કર્યો હતો કે હેજાઝી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા, પરંતુ પછીથી અહેવાલો બહાર આવ્યા કે તેઓ જીવિત છે.
આ પણ વાંચોઃ ઇંધણ માટે તરસી રહેલા Pakistanએ વિદેશી એરલાઇન્સ માટે જાહેર કર્યુ ફરમાન, જાણો શું કહ્યુ?
