ઈરાને અમેરિકા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો, દરિયાઈ નાકાબંધી લાદવાનો અને જહાજો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

અમેરિકાનું કાર્ય વિરોધાભાસીઃ ઇરાન

ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘાઈએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આગામી રાઉન્ડની વાટાઘાટો માટે હાલમાં કોઈ તૈયારી ચાલી રહી નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચેની વાટાઘાટો અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ઈરાને અમેરિકા પર વાટાઘાટો પ્રત્યે ગંભીર ન હોવાનો અને વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. બાઘાઈએ કહ્યું હતું કે અમેરિકાના શબ્દો અને કાર્યો વિરોધાભાસી છે. જે વિશ્વાસને ખરડાઈ રહ્યા છે.

યુએસ કરે છે નિયમોનું ઉલ્લંઘનઃ ઇરાન

ઈરાનના મતે, અમેરિકાએ લેબનોન અંગેના કરારનું યોગ્ય રીતે સન્માન કર્યું નથી અને તેની જવાબદારીઓથી પીછેહઠ કરી છે. વધુમાં, અમેરિકાએ ઈરાન પર દરિયાઈ નાકાબંધી લાદવાનો પ્રયાસ કર્યો, જે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરે છે. ઈરાનનો એવો પણ આરોપ છે કે અમેરિકન સૈન્યએ ઈરાની વેપારી જહાજ પર હુમલો કર્યો હતો, જે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરે છે. બાગાઈએ જણાવ્યું હતું કે અમેરિકાએ અગાઉ વાટાઘાટો દરમિયાન હુમલા કર્યા હતા, અને ઈરાન આ ભૂલી ગયું નથી.

અમેરિકામાં પર વિશ્વાસ નથી: ઈરાન

ઈરાને એમ પણ કહ્યું હતું કે તેણે ઈસ્લામાબાદમાં 10 મુદ્દાઓનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેની ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ અમેરિકાની કાર્યવાહીથી વિશ્વાસ વધુ ઘટ્યો હતો. ઈરાન દાવો કરે છે કે હોર્મુઝ સ્ટ્રેટ પહેલા સુરક્ષિત હતો, પરંતુ અમેરિકા અને ઈઝરાયલી કાર્યવાહી પછી પરિસ્થિતિ વધુ બગડી ગઈ. પ્રવક્તાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જો અમેરિકા અથવા ઈઝરાયલ બીજો હુમલો કરશે, તો ઈરાની સૈન્ય બદલો લેશે. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે ઈરાન તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચોઃ Vladimir Putinએ આ મહિલા મોડેલના વિરોધનો કેમ કર્યો સ્વીકાર, જાણો શુ છે મામલો?

  • Follow us on: