ડોનાલ્ડ ટ્રમ્પ મંજૂરી આપે તો પેન્ટાગોન ક્યુબા પર હુમલો કરશે. આ વર્ષે અમેરિકાનો આ પ્રકારનો ત્રીજો હુમલો હશે.

પેન્ટાગોને તૈયાર કરી યોજના

અમેરિકા બીજું યુદ્ધ શરૂ કરવાની તૈયારીમાં છે. પેન્ટાગોને ક્યુબામાં કાર્યવાહી માટે યોજના તૈયાર કરી છે. આ યોજના ડોનાલ્ડ ટ્રમ્પને મંજૂરી માટે મોકલવામાં આવી છે. જો ટ્રમ્પ આ યોજનાને મંજૂરી આપે છે. તો ક્યુબા અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થઈ શકે છે. અમેરિકા આ ​​વર્ષે બે દેશો પર હુમલો કરી ચૂક્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રને શરૂઆતમાં આશા હતી કે આર્થિક પ્રતિબંધો આપમેળે ક્યુબામાં બળવા તરફ દોરી જશે. જો કે, આર્થિક અને રાજકીય દબાણ છતાં, અમેરિકા ક્યુબામાં કમ્યુનિસ્ટ પાર્ટીની સરકારને ઉથલાવી પાડવામાં નિષ્ફળ રહ્યુ હતુ.

ક્યુબા પર હુમલાની યોજના કેમ ?

ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની કેબિનેટ બેઠક દરમિયાન, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ચિંતા વ્યક્ત કરી હતી કે, અમેરિકાની નજીકનો અસ્થિર દેશ યુએસ સુરક્ષા માટે નોંધપાત્ર ખતરો ઉભો કરી શકે છે. રુબિયોએ જણાવ્યું હતું કે ક્યુબા અસ્થિર છે અને નોંધપાત્ર મુશ્કેલીઓ રજૂ કરે છે. તાજેતરના દિવસોમાં ક્યુબામાં ચીનની સંડોવણી વધી રહી છે. ચીને ક્યુબા સાથે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા છે. દરમિયાન, વેનેઝુએલા પર નિયંત્રણ મેળવ્યા પછી, યુએસ ક્યુબાને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ક્યુબાની લશ્કરી તાકાત

ક્યુબામાં હાલમાં આશરે 50 હજાર સક્રિય સૈનિકો, 39 હજાર અનામત સૈનિકો અને આશરે 90 હજાર અર્ધલશ્કરી કર્મચારીઓ છે. ઈરાનની જેમ, ક્યુબાની સરકારે સૈન્યને વિવિધ શ્રેણીઓમાં વહેંચી દીધું છે. યુદ્ધની સ્થિતિમાં, સૈન્ય પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. ક્યુબાને ગેરિલા યુદ્ધમાં નિષ્ણાત માનવામાં આવે છે. 1970ની આસપાસ, ક્યુબાએ ગેરિલા યુદ્ધ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સને ઘૂંટણિયે લાવી દીધું છે.

આ પણ વાંચોઃ લશ્કર-એ-તૈયબામાં નવા ચહેરા માટે ચર્ચા, શું Hafiz Saeedનો પુત્ર Talha મેળવશે કમાન?