મોટી સંખ્યામાં ઉમટેલી ભીડ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, મને લાગતુ હતુ કે, લોકો ખામેનીને નાપસંદ કરે છે. પણ અહીં નજારો અલગ છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે ભીડ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યુ 

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના અંતિમ સંસ્કારની વિધી ચાલી રહી છે. ખામેનીને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. આટલી મોટી ભીડ ભાગ્યે જ જોવા મળી છે. રાજધાની તેહરાનની શેરીઓમાં લોકોની ભીડ ઉમટી છે. ત્યારે આ દરમિયાન અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન બહાર પાડીને લોકોની ભીડ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ તેહરાનમાં અંતિમ સંસ્કારનું નિરીક્ષણ કરી રહ્યા છે. અને આટલી મોટી સંખ્યામાં ભીડ આશ્ચર્યચકિત કરે તેવી છે. 

ઈરાન સોદા માટે ભીખ માંગી રહ્યું છેઃ ટ્રમ્પ 

ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે, ઈરાન વાતચીત ફરી શરૂ કરવા આતુર છે. તેમણે કહ્યું કે, તેઓ સોદા માટે ભીખ માંગી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે બંને પક્ષો અંતિમ સંસ્કાર પૂર્ણ ન થાય ત્યાં સુધી બેઠક સ્થગિત કરવા સંમત થયા છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ખામેનીના અંતિમ સંસ્કારમાં ઘણા ટોચના ઈરાની અધિકારીઓ હાજર હતા અને જો અમેરિકા ઇચ્છે તો તેમના પર હુમલો કરી શકે છે. પરંતુ તે તેમ કરશે નહીં કારણ કે, ભવિષ્યની વાટાઘાટો માટે નેતૃત્વની હાજરી જરૂરી છે. 

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર 

કાળા પોશાક પહેરેલા ટોળાએ અમેરિકા મૃત્યુ અને ઇઝરાયલ મૃત્યુના નારા લગાવ્યા હતા. કેટલાક લોકોએ ટ્રમ્પની હત્યાની માંગ કરતા પોસ્ટરો પકડ્યા હતા. બદલો આપવો એ અમારો એકમાત્ર શબ્દ છે!.ના નારા પણ ગુંજી ઉઠ્યા હતા. ઈરાની અધિકારીઓએ યુએસ-ઇઝરાયલી હવાઈ હુમલા માટે ન્યાય સુનિશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ખામેનીના પુત્ર અને નવા સર્વોચ્ચ નેતા, મોજતબા ખામેની, અંતિમ સંસ્કારમાં જોવા મળ્યા ન હતા. ફેબ્રુઆરીના અંતમાં યુદ્ધ શરૂ થયા પછી તેઓ જાહેરમાં જોવા મળ્યા નથી. 

આ પણ વાંચોઃ ફેટી લિવર માટે વૉક, યોગ કે જિમ, જાણો કઈ કસરત છે સૌથી અસરકારક?