જેમાં દાવો કરાયો હતો કે, JFK અને MKUltra ફાઇલો જપ્ત કરવામાં આવી હતી.

ગુપ્ત કાર્યક્રમો સંબંધિત દસ્તાવેજો જપ્ત

યુએસમાં સોશિયલ મીડિયા પર એક સનસનાટીભર્યો દાવો ઝડપથી વાયરલ થયો હતો. જેમા કહેવાયુ હતુ કે, CIAએ પોતે જ નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગેબાર્ડના ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને JFK હત્યા અને MKUltra જેવા ગુપ્ત કાર્યક્રમો સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જોકે, થોડા કલાકોમાં જ નવો વળાંક જોવા મળ્યો હતો. દાવો કરાયો હતો કે, એજન્ટો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીની હત્યા અને MKUltra પ્રોગ્રામ સંબંધિત દસ્તાવેજો ધરાવતા બોક્સ લઈ ગયા હતા. ત્યારે સમગ્ર વિવાદ શરૂ થયો હતો.

અધિકારીઓએ ફગાવ્યા દાવાઓ

DNIની ઓફિસે તરત જ આ દાવાઓને ફગાવી દીધા હતા. પ્રવક્તા ઓલિવિયા કોલમેને સ્પષ્ટપણે કહ્યું હતુ કે, આ ખોટું છે. CIAએ DNIની ઓફિસ પર દરોડો પાડ્યો ન હતો. એવું પણ બહાર આવ્યું કે JFK હત્યાકાંડ અને MKUltra ને લગતા ઘણા દસ્તાવેજો ક્યારેય સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવ્યા ન હતા, અને કેટલાકનો નાશ કરવામાં આવ્યો હતો. 1975ની ચર્ચ સમિતિની તપાસને ટાંકીને, એવો દાવો કરવામાં આવ્યો હતો કે તત્કાલીન CIA ડિરેક્ટર વિલિયમ કોલ્બીએ MKUltraની 85% ફાઇલોનો નાશ કરવાનો આદેશ આપ્યો હતો.

કાર્યક્રમો અંગે ચોંકાવનારા દાવાઓ

MKUltra પ્રોગ્રામ અંગે પણ ઘણા ચોંકાવનારા આરોપો સામે આવ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે CIA એ શીત યુદ્ધ દરમિયાન લોકો પર LSD જેવી દવાઓનો પ્રયોગ કર્યો હતો, કેટલાક તેમની જાણ બહાર. ઉદાહરણ તરીકે, સાન ફ્રાન્સિસ્કો અને ફ્રાન્સના એક ગામમાં કથિત પ્રયોગો ટાંકવામાં આવ્યા હતા. એક દાવા મુજબ, આખા ગામની પ્રતિક્રિયા કેવી રીતે જોવા મળે છે તે જોવા માટે LSDને ફ્રેન્ચ ગામમાં એક બેકરીમાં ભેળવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ સતત બદલાતા હવામાનમાં કેવી રીતે સાચવશો વૃદ્ધોના સ્વાસ્થ્યને?, જાણો