ભારતીય-અમેરિકી નેતા અરવિંદ વેંકટે તેને જાતિગત ટિપ્પણી અને ખતરનાક મુદ્દા તરીકે દર્શાવ્યુ છે.
સોશિયલ મીડિયા પર રોષનો માહોલ
ભારતક સરકારે ડોનાલ્ડ ટ્ર્મ્પના નિવેદન મામલે પ્રતિક્રિયા આપી છે. તેમના 'નરક'વાળા નિવેદનના કારણે ભારત-અમેરિકાના સંબંધો પર અસર થવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. સોશિયલ મીડિયા પર પણ યુઝર્સનો રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ દ્વારા એ સમજી શકાય કે, વૈશ્વિક સ્તર પર રાજનીતિમાં શબ્દોની પસંદગી કેટલી મહત્ત્વની છે. વૈશ્વિક સ્તરે પોતાની છવી ધરાવનાર નેતાના મુખમાંથી જ્યારે 'નરક'વાળા નિવેદન નિકળે છે. ત્યારે તેમની માનસિકતા છતી થાય છે.
બન્ને દેશના સંબંધો પર અસર ?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પના આ વિવાદીત નિવેદન ન માત્ર ભારત પણ વિશ્વમાં વિવિધ સ્થળે સ્થાયી થયેલા ભારતીયોએ સતત વિરોધ દર્શાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેને 'મૂર્ખતા' અને 'જાતિવાદી વિચારસરણી' કહેવામાં આવી રહ્યુ છે. આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપારી સંબંધો મજબૂત થવા પર જોર આપવામાં આવી રહ્યુ છે. પરંતુ આ બધાની વચ્ચે પ્રશ્ન એ ઉભો થયો છે કે, શુ આ માત્ર રાજનૈતિક નિવેદન છે. કે તેની પાછળ કોઇ તર્ક-વિતર્ક છુપાયેલુ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે રાજનૈતિક માહોલ ગરમાવ્યો
ભારતીય-અમેરિકી નેતા અરવિંદ વેંકટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પના નિવેદનની ટીકા કરી છે. તેઓએ X પર પોસ્ટ કરતા લખ્યુ છે કે, ભારતીય અને ચીની મૂળના લોકો અમેરિકામાં સકારાત્મક યોગદાન આપી રહ્યા છે. ત્યારે તેઓને આવી રીતે ખરાબ વર્તવવા એ યોગ્ય નથી. આ વિવાદે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજનૈતિક માહોલ ગરમાવ્યો છે. પરંતુ સાથે જ ભારતીય સમુદાયની એકતા પણ જોવા મળી છે.
કોણ છે અરવિંદ વેંકટ ?
અરવિંદ વેંકટ ભારતીય-અમેરિકી રાજનૈતિક નિષ્ણાંત છે. અને વ્યવસાયે તબીબ છે. જેઓ અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના 30માં જિલ્લામાંથી સ્ટેટ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સભ્ય છે. આ પદ માટે નિયુક્ત થનાર તેઓ પ્રથમ ભારતીય-અમેરિકી છે. જેના કારણે તેમની ઓળખ વધુ ખાસ થઇ જાય છે. રાજનીતિમાં પ્રવેશ કર્યા પહેલા તેયો ફિઝિશિયન તરીકે ફરજ બજાવતા હતા. અને સાથે સ્વાસ્થ્ય સેવાઓને વધુ યોગ્ય બનાવવા માટે સક્રિય હતા. તેઓ તમિલનાડુના મુદુરૈના વતની છે.
આ પણ વાંચોઃ પીએમ મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી ટિપ્પણી પર આપ્યો જડબાતોડ જવાબ













