ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી પણ આપી છે કે, જો ઈરાન યુએસની શરતો સ્વીકારશે નહીં, તો લશ્કરી કાર્યવાહી પણ કરી શકે છે.
અમેરિકાની સ્પષ્ટ ચેતવણી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેમને ઈરાન સાથે સોદો કરવાની કોઈ ઉતાવળ નથી. તેમણે ચેતવણી આપી હતી કે, જો ઈરાન યુએસ શરતોનું પાલન નહીં કરે તો લશ્કરી કાર્યવાહી કરી શકાય છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, યુએસ કાર્યવાહીથી ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવાથી અટકાવવામાં આવ્યું છે અને વાતચીત માટે દબાણ કરાયુ છે. ટ્રમ્પે કહ્યું કે, તેઓ સોદો ઇચ્છે છે કારણ કે તે ઘણા લોકોના જીવ બચાવી શકે છે. જો કે, તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો વાટાઘાટો સફળ નહીં થાય, તો અમેરિકા બીજો રસ્તો અપનાવશે.
ઈરાની નેતાઓ સાથે વાત કરવી સરળ નથી: ટ્રમ્પ
ટ્રમ્પે ઈરાની નેતાઓને ખૂબ જ કઠિન ગણાવ્યા છે. તેઓએ કહ્યું છે કે, બેઠકો કરી તેમની સાથે સરળ નથી. પરંતુ અમેરિકા તેની શરતોમાંથી પસાર થવામાં સફળ થઈ રહ્યું છે. ટ્રમ્પે ઈરાક યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, અમેરિકાએ શરૂઆતથી જ ક્યારેય ઈરાકમાં જવું જોઈતું ન હતું. તેમના મતે, ઈરાકમાં લશ્કરી કાર્યવાહી એક મોટી ભૂલ હતી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકા ઈરાનમાં પણ ન હોવું જોઈએ. પરંતુ ઈરાનની પરમાણુ ક્ષમતાઓને જોતાં, કાર્યવાહી જરૂરી બની છે.
યુએસ પાસે હંમેશા લશ્કરી વિકલ્પો
ડોનાલ્ડ ટ્ર્મ્પે દાવો કર્યો હતો કે, અમેરિકાએ જાણી જોઈને ઈરાનની નિયમિત સેનાને સંપૂર્ણપણે નિશાન બનાવી નથી. તેમના મતે, અમેરિકાએ ચોક્કસ નેતાઓ અને અન્ય જૂથો સામે કાર્યવાહી કરી હતી. પરંતુ સેનાને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો ન હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, ઘણા યુદ્ધો દેશોને એટલું નુકસાન પહોંચાડે છે કે તેઓ દાયકાઓ સુધી ભરપાઈ કરી શકતા નથી. તેથી, અમેરિકાએ કેટલાક કિસ્સાઓમાં સંયમ દાખવ્યો છે. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, જો ઈરાન અમેરિકાની શરતોનું પાલન નહીં કરે, તો લશ્કરી કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લો રહે છે.
આ પણ વાંચોઃ કયા દેશોમાં સૈન્ય દ્વારા લેવાય છે મુખ્ય પરીક્ષાઓ?, જાણો
