'ઇસ્લામાબાદ ટોક' કાર્યક્રમમાં નિષ્ફળ થયા બાદ અમેરિકાને હંગેરીમાં પણ ઝટકો લાગ્યો છે.
હંગેરીમાં ચૂંટણીના માહોલમાં ઉદાસીનતા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સ હંગેરીમાં ચૂંટણી પ્રચાર પ્રસાર કરવા માટે પહોંચ્યા હતા. અહીં તેમના ખભા પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ વિક્ટર ઓર્બનને ચૂંટણીમાં જીતવવાની જવાબદારી હતી. પરંતુ આ કામગીરી પણ તેઓ સફળ રીતે પાર પાડી શક્યા નથી. વિક્ટર ઓર્બન ચૂંટણી જીતી શક્યા નથી. વિક્ટર ઓર્બનના સમર્થનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફોનના માધ્યમથી રેલી સંબોધી કરી હતી. અને બાદમાં જે.ડી.વેન્સ પણ ચૂંટણી પ્રચારમાં હાજર રહ્યા હતા. પરંતુ અમેરિકાની આ તમામ મહેનત પર પાણી ફરી વળ્યુ હતુ.
16 વર્ષ બાદ સત્તામાંથી દૂર
હંગેરીમાં જે.ડી.વેન્સ વિક્ટર ઓર્બનના પ્રચાર પ્રસાર કરવામાં નબળા પડતા તેઓ ચૂંટણી જીતી શક્યા નથી. હંગેરીની જનતાએ ડોનાલ્ડ ટ્ર્મ્પ સમર્થિત વિક્ટર ઓર્બનને 16 વર્ષ બાદ સત્તામાં દૂર કર્યા છે. અમેરિકાએ દક્ષિણપંથી નેતા વિક્ટર ઓર્બને જીતવવા માટે તમામ બનતા પ્રયાસો હાથ ધર્યા હતા. ટ્રમ્પે ઓર્બનના પક્ષમાં પ્રચાર કરવા માટે વેન્સને મોકલ્યા હતા. પરંતુ કોઇ કામગીરી કામ આવી ન હતી.
હંગેરીમાં જે.ડી.વેન્સનો ફ્લોપ શો
વિકટર ઓર્બનના પક્ષમાં ચૂંટણી પ્રચાર માટે જે.ડી.વેન્સ ગયા અઠવાડિયે બૂડાપેસ્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ યુરોપિયન યુનિયનને નિશાના પર લીધુ હતુ. વેન્સે 'મેક અમેરિકા ગ્રેટ અમેરિકા'ની જેમ હંગેરીને પણ વિકાસશીલ બનાવવાની વાત કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, હંગેરીને ઉર્જાના મામલામાં આત્મનિર્ભર બનાવાશે. ઓર્બન વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બન્સીને શાંત કરવા માટે જે.ડી.વેન્સે અનેકે વચનો જનતાને આપ્યા હતા. જે યોગ્ય ન હતા. તેઓએ યુરોપિયન યુનિયનને હંગેરીના ગુલામ કહ્યા હતા. અને તેમની અર્થવ્યવસ્થા ખત્મ કરવા જેવી વાતો કરી હતી. જે યોગ્ય ન હતી.
આ પણ વાંચોઃ China વિના America આ શસ્ત્રોનું ઉત્પાદન નહી કરી શકશે, જાણો કેમ?
