કાશ પટેલ સત્તાવાર સફરને ખાનગીમાં રૂપાંતરિત કરી અને તેમની ગર્લફ્રેન્ડ માટે લક્ઝરી સફરનું આયોજન કર્યુ હતુ.
કન્ટ્રી મ્યુઝિક કોન્સર્ટમાં હાજરી
46 વર્ષીય FBI ડિરેક્ટર કથિત રીતે 10 મે, 2025ના રોજ તેમની 27 વર્ષીય ગર્લફ્રેન્ડ, એલેક્સિસ વિલ્કિન્સ સાથે FBIના ગલ્ફસ્ટ્રીમ V જેટમાં વોશિંગ્ટનથી ફિલાડેલ્ફિયા ગયા હતા. તેઓએ ત્યાં કન્ટ્રી મ્યુઝિક કોન્સર્ટમાં હાજરી આપી હતી. આ દંપતીએ જ્યોર્જ સ્ટ્રેટ અને ક્રિસ સ્ટેપલટનને ખાનગી સ્યુટમાંથી જોયા હતા. જેનો અંદાજિત ખર્ચ $35,000 થી $50,000 હતો. વધુમાં, FBI ફ્લાઇટ ક્રૂ અને સુરક્ષા ગાર્ડ રાત્રે 11 વાગ્યા સુધી ફરજ પર રહ્યા હતા. કાશ પટેલ અને વિલ્કિન્સના સ્થળ છોડવાની રાહ જોઇ હતી. આ સમય દરમિયાન ઓવરટાઇમ પગાર પણ મળ્યો હતો.
કાશ પટેલે મામલો ફગાવ્યો
FBI પ્રવક્તા દ્વારા પટેલને ટિપ્પણી માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમણે ઇનકાર કર્યો હતો. તેના બદલે, તેમણે જણાવ્યું હતું કે વિલ્કિન્સને કલાકારો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે તેમની સત્તાવાર યાત્રાઓમાં હવે તેમની ગર્લફ્રેન્ડ અને ખાનગી મુલાકાતો જેવી બાબતોનો સમાવેશ થાય છે. અગાઉ તેમને પર્લ હાર્બરમાં USS એરિઝોના સ્મારક નજીક કહેવાતી VIP સ્નોર્કલિંગ ટ્રિપ માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો, જે 1941ના હુમલામાં માર્યા ગયેલા અમેરિકન સૈનિકોની યાદમાં ઉજવવામાં આવે છે.
આ પણ વાંચોઃ વૈજ્ઞાનિકોએ બર્મુડા ત્રિકોણમાં કરી અનોખી શોધ, અસંખ્ય સિદ્ધાંતોને આપ્યો જન્મ
